મહેન્દ્ર ચારેલ, સંજેલી
સંજેલી તાલુકાના હિરોલા દહેજ અને ખોટા ખર્ચ અટકાવવા આગેવાનો દ્રારા મહત્વની બેઠક.
લગ્નમાં થતા ખોટા મોટા ખર્ચા ઘટાડવા દહેજને દૂર કરવા માટે ચર્ચા વિચારણાની બેઠક યોજાઈ.
આદિવાસી પરિવાર દ્વારા હીરોલા બોરપાણી ગામે ચર્ચાઓ કરવામાં આવી.
ટુક સમયમાં ફરી બીજી બેઠક યોજી અંતિમ નિર્ણય લાગુ કરવામાં આવશે
સંજેલી તા.26
આજ રોજ સંજેલી તાલુકાના હીરોલા ગામમાં આદિવાસી પરિવાર દ્વારા લગ્નમાં થતા ખોટા ખર્ચ ઘટાડવા..દહેજ દૂર કરવા ચર્ચા વિચારણા બેઠક યોજાઇ.આદિવાસી પરિવાર તથા બિરસામુંડા ભવન દાહોદ દ્વારા સર્વસંમતિ નક્કી થયેલ લગ્ન બંધારણ લાગુ કરવા માટે ગામના આગેવાનો દ્વારા આયોજિત અને દીપસિંહ બારીયા(સુથારવાસા) લાલજીભાઈ સંગાડા, જયેશભાઇ સંગાડા, રમેશભાઈ સંગાડા, સડીયાભાઈ ભુરિયા, ધુલાભાઈ નિનામાં અને અન્ય મુખ્ય આગેવાનો મોટી સંખ્યા મા ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ.જેમાં સર્વસંમતિથી આ બંધારણ લાગુ કરવા ચર્ચા થઈ ટુક સમયમાં ફરી બીજી બેઠક યોજી અંતિમ નિર્ણય લાગુ કરવામાં આવશે.