સંજેલી મહેન્દ્ર ,ચારેલ
જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય યથાવત છતાં પંચાયત તંત્ર ધોર નિંદ્રામાં.
સંજેલીમાં ગંદકીની ભરમારના કારણે ભયાનક રોગચાળો ફાટી નીકળવાની દહેશત.
જાહેર માર્ગો પર નદીની માફક ગટરના ગંદા પાણીઓ વહી રહ્યા છે, તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં
સંજેલી પંચાયતની બેદરકારીના કારણે ઠેર ઠેર નદીઓની જેમ ગટરના ગંદા પાણીઓ વહી રહી રહ્યા છે નગરજનો સશીત વાહન ચાલકો કાદવ કીચડમાંથી પ્રસાર થવાની નોબત સામે આવી છે ચૂંટણી પૂર્વ સંજેલી સરપંચે મોટા મોટા વાયદાઓ આપ્યા હતા પરંતુ વાયદાઓ માત્ર શબ્દોથી શણગારેલા અંકબંધ રહ્યા પરંતુ આજદિન સુધી સુવિધા આપવાને બદલે માત્ર દુવિધાઓ આપી રહ્યા એવું લાગી રહ્યું છે નગરની ચારે કોર કાદવ કીચડે ચાદર પાથરી હોઈ તેવું પ્રતીત થઈ રહ્યું છે સંતરામપુર રોડ ખાતે ગટર ઉભરાતા ગંદા પાણીઓ રોડ પર નદીઓની જેમ વહેતા થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, સંતરામપુર રોડ પર હોસ્પિટલો આવેલા છે જેને લઈ દર્દીઓને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો પડ્યો હતો, ગટરના ગંદા પાણી ચારેકોર પ્રસરી જતા વાહન ચાલકો,સ્થાનિકો,વેપારીઓમાં ભારે આક્રોશની સાથે રોષ પ્રગટ કર્યો હતો, હવે જોવાનું એ રહ્યું છે સંજેલી પંચાયત તંત્ર દ્વારા નગરની ગટરોની નીયમીત રૂપે સાફસફાઈ કરી ગંદકીથી મુક્તિ આપે છે કે કેમ તે જોવું રહ્યું