મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના હિરોલા ખાતે સ્પર્શ લેપ્રસી અવરનેસ કેમ્પેઇન કાર્યક્રમ યોજાયો.
હિરોલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે રેલી યોજી.
વિદ્યાર્થીઓ દ્વારા બેનરો સાથે સુત્રોનો પોકાર પાડી લેપ્રસી રોગ અને લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે રેલી યોજવામાં આવી હતી.
સંજેલી તા.08
આજરોજ સંજેલી તાલુકાના હિરોલા પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાતે સ્પર્શ લેપ્રસિ અવેરનેસ કેમ્પઇન અંતર્ગત રખ પતિ રોગ વિશે લોકોમાં જાગૃતતા આવે તે માટે ખેડા વર્ગ હિરોલા પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા બેનરો સુત્રો અને પત્રિકાઓ આપી લેપ્રસી રોગ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે રક્તપિત રોગના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે બેનરો સૂત્રો દ્વારા રેલી કાઢવામાં આવી હતી.સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પઈન અંતર્ગત રક્તપિત રોગ વિશે લોકો માં જાગૃતતા આવે તે માટે મેડિકલ ઑફિસર શ્રી ડૉ. જીજ્ઞેશ ગામીત,તાલુકા રક્તપિત સુપરવાઈઝર ધ્રુમિલ ખાંગુડા,પ્રા.આ.કેન્દ્ર સુપરવાઈઝર મહેશ તાવીયાડ અને આરોગ્ય સ્ટાફ અને ખેડા વર્ગ હિરોલા પ્રા.શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા લેપ્રસી રોગ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે રક્તપિત રોગ ના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે બેનરો,સૂત્રો.પત્રિકા દ્વારા રેલી કાઢવામા આવી.