મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાય તેવી માંગ સાથે મુખ્યમંત્રી ને સંબોધીને ના.મામલતદારને આવેદનપત્ર.
સંજેલી તાલુકા વિસ્તાર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વસે છે.
સંજેલી કેન્દ્ર રદ્દ થાય તો વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાનો બહિષ્કાર કરી ગાંધીચિંધ્યા આંદોલન કરવાની ચીમકી.
સંજેલી સેન્ટર પર ચુસ્ત બંદોબસ્ત SRP, આર્મી, પોલિસ વચ્ચે પરીક્ષા સેન્ટર યોજવા વાલીઓની માંગ.
સંજેલી તાલુકામાં ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે લગભગ 5000 જેટલા ધોરણ 12 અને 10 ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપવાના છે.
સંજેલી 06
સંજેલી તાલુકામાં યોજાતી ધોરણ 10 અને 12 ની પરીક્ષાના કેન્દ્રો રદ કરી વિદ્યાર્થીઓને દાહોદ કે ઝાલોદ સુધી પરીક્ષા આપવા જવા માટેની સંભાવના વાલી મિટિંગમાં જાણ કરવામાં આવી હતી. જેથી નારાજ વાલીઓ દ્વારા સંજેલી ખાતે જ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાય તેવી માંગ સાથે મુખ્યમંત્રી ને સંબોધીને ના.મામલતદારને આવેદનપત્ર આપ્યું.
સંજેલી તાલુકામાં ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે લગભગ 5000 જેટલા ધોરણ 12 અને 10 ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપવાના છે. કારણકે કોરોના કાળ દરમ્યાન ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10 12 ની બોર્ડની પરીક્ષા આપ્યા વિના જ માર્ક્સ પ્રમોશન આપી અને પાસ કરી દેવામાં આવ્યા હતા જેઓ બોર્ડની પરીક્ષા આ વર્ષે પ્રથમ વખત આપવાના છે. આચાર્ય દ્વારા વાલી મીટીંગ યોજી અને અને સંજેલી ખાતે વર્ષ 2023 ની બોર્ડ ની પરીક્ષા કેન્દ્ર સંજેલી ખાતે યોજાઈ તેવી સંભાવના નથી અને આ વર્ષે બાળકો ને ઝાલોદ કે દાહોદ સુધી પરીક્ષા આપવા માટે જવું પડે તેવી શક્યતાઓ છે તેવી જાણ થતા જ સંજેલી સહિત તાલુકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સંજેલી ખાતે આવેલા પરીક્ષા કેન્દ્રો પર જ ધોરણ 10 તેમજ 12 ની પરીક્ષા લેવામાં આવે તેમ જ ભૂતકાળમાં થયેલી ભૂલોને નજર અંદાજ કરી અન્ય જગ્યાએ પરીક્ષા કેન્દ્ર ખસેડવામાં ન આવે કારણ કે સંજેલી તાલુકા વિસ્તાર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વસે છે આ વિસ્તારમાં અવર-જવર કરવા માટે વાહનોની સુવિધાઓ નથી તેમ જ બાળકો પ્રથમ વખત પરીક્ષા આપવાના હોય 70 થી 100 કિલોમીટર સુધી દૂર જઈ અને સમય તેમજ પૈસાનો બગાડ કરી અને પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકાય તેમ નથી અને બાળકો પર માનસિક અસર થાય તેવી સમસ્યાઓ સંભાવના છે વિપરીત અસર બાળકોના મગજ પર થશે અને માનસિક સમતુલા ગુમાવી શકે તેવી પણ સમસ્યા સતાવી રહી છે આવી અનેક સમસ્યાઓ ને લઈ સંજેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી વાલીઓ દ્વારા ચુસ્ત અને કડક બંદોબસ્ત વચ્ચે સંજેલી ખાતે આવેલા કેન્દ્રો પર જ પરીક્ષા યોજાય તેવી માંગ સાથે મુખ્યમંત્રી ને અને શિક્ષણ મંત્રીને સંબોધીને ના.મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.સંજેલી તાલુકા મથકે કેન્દ્રો રદ કરી અને ઝાલોદ કે દાહોદ કેન્દ્ર કરવાના છે તો અમે પરીક્ષા આપવા માંગતા નથી શિક્ષણ બોર્ડ વિભાગને ચોરી થાય તેવી ડર હોય તો આ સેન્ટરો પર આર્મી કે BSF ના જવાનો તેમજ કોઈ પણ જિલ્લામાંથી સુપરવાઇઝરો અને સંચાલકો ઉતારી સંજેલી કેન્દ્રો ખાતે જ પરીક્ષા યોજાઇ તેવી માંગ છે.