મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાની આંગણવાડી કેન્દ્રની તેડાગર બહેનોની નબળી કામગીરી ને લઇ બેઠક યોજાઈ.
સંજેલી તાલુકામાં 137 આંગણવાડી કેન્દ્રો આવેલા છે
સંજેલી તાં.02
સંજેલી તાલુકામાં આવેલી આંગણવાડી કેન્દ્રની મોટાભાગની તેડાગર બહેનો ની અનિયમિત હાજરી સાફ-સફાઈ તેમજ બાળકોને ઘરે ઘરે મુકવા તેમજ બોલાવા જવા કેન્દ્રો ખાતે અપાતા નાસ્તાની સમસ્યાને લઈ cdpo દ્વારા બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા.
સંજેલી તાલુકામાં 137 આંગણવાડી કેન્દ્રો આવેલા છે મોટાભાગના આંગણવાડી કેન્દ્રો પર તેડાગર બહેનો દ્વારા સમયસર આંગણવાડી કેન્દ્ર ખોલી સાફ-સફાઈ પણ કરવામાં આવતી તેમજ બાળકોને ઘરે ઘરે સુધી લેવા મુકવા જવામા આવતા નથી તેમજ બાળકોને મેનુ પ્રમાણે નાસ્તો આપવામાં આવતો નથી આવી અનેક રજૂઆતો ને ધ્યાને લઈને આજરોજ સંજેલી ખાતે આવેલી icds કચેરી ખાતે તાલુકા ની આંગણવાડી કેન્દ્રોની તેડાગર બહેનોની cdpo સુપરવાઇઝર બહેનો દ્વારા બેઠક યોજી અને સમયસર આંગણવાડી કેન્દ્રો ખોલવા તેમજ બાળકોને ઘરે મૂકવા લેવા જવા અને મેનુ પ્રમાણે આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકોને નાસ્તો આપવા સહિત ની ટકોર કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ તેડાગર બહેન પોતાની મનમાની ચલાવી અને યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો તેની સામે કાયદેસરના પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી.