કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકાના જુસ્સા ગામે નીલગાય કુવામાં ખાબકી:વનવિભાગની ટીમેં નીલગાયનો રેસ્ક્યુ કરી બહાર કાઢી
સંજેલી તા.20
સંજેલી તાલુકાના જુસ્સા ગામે કૂવામાં નીલગાય પડી ગઈ હોવાનું સંજેલી વનવિભાગને જાણ કરાતા સંજેલી વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ અને નીલગાય કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું હતું . સંજેલી આર.એફ.ઓ તેમજ સ્ટાફ નીલગાયને કાઢવા માટે કામે લાગી ગયા હતા ત્યારે કુવાના અંદર આસપાસના લોકો દ્વારા સાપ તેમજ અન્ય જીવ જંતુ પણ હોવાનું જણાવ્યું હતું ત્યારે વન વિભાગના કર્મચારીઓ દ્વારા નીલ ગાયને બચાવવા માટે સાવધાની પૂર્વક કૂવા ની અંદર કર્મચારીઓ ઉતર્યા હતા નીલગાયને કૂવામાંથી બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે ભારે મહેનત કરી અને બહાર કાઢવામાં આવેલ નીલગાયને કૂવા ની બહાર છોડતા તે ફરી ભાગવા જતા કૂવામાં જ ફરીવાર પડી ગઈ હતી ત્યારે ફરી વનવિભાગની ટીમ દ્વારા તેને સાવધાની પૂર્વક હેમખેમ નીલગાયને બે કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. તેમજ નીલગાય કૂવામાંથી બહાર નીકળતાની સાથે જ જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી . આમ સંજેલી વન વિભાગ ની ટીમ કુવા ની અંદર પડી ગયેલી નીલગાયને બહાર કાઢવામાં સફળતા મળી હતી .