Friday, 29/03/2024
Dark Mode

ગરબાડા સરકારી હોસ્પિટલમાં વડોદરાના દાતાઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટેટર મશીન ,પી.પી.ઈ કીટ તેમજ પલ્સ ઓક્સીમીટર સહિતના મેડિકલ ઇક્વિપમેન્ટની સહાય કરી….

May 20, 2021
        983
ગરબાડા સરકારી હોસ્પિટલમાં વડોદરાના દાતાઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટેટર મશીન ,પી.પી.ઈ કીટ તેમજ પલ્સ ઓક્સીમીટર સહિતના મેડિકલ ઇક્વિપમેન્ટની સહાય કરી….
  વિપુલ જોશી :- ગરબાડા   
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
ગરબાડા સરકારી હોસ્પિટલમાં વડોદરાના દાતાઓ દ્વારા બે ઓક્સિજન કોન્સન્ટેટર મશીન , 100 પી.પી.ઈ કીટ તેમજ 2 પલ્સ ઓક્સીમીટર ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા….
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
ગરબાડા તા.20
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીની સેવાથી પ્રેરાઈને અને જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજ , ગરબાડા મામલતદાર કુલદીપ દેસાઈ , ગરબાડા તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર ડો.અશોક ડાભી , ડો.ભગીરથ બામણીયા અને દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પહાડિયાના સહકારથી મૂળ ગરબાડા તાલુકાના સાહડા પાંચવાડા ગામના વતની અને હાલ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા ખાતે ફોરેન્સિક મેડિસિનમાં ફરજ બજાવતા અને કોવિડમાં નોડલ ઓફિસર તરીકે કામગીરી કરતા ડો.હિતેષ રાઠોડના પ્રયત્નો થકી વડોદરાના દાતાઓ દ્વારા આજ તારીખ .20 / 05 / 2021 ના રોજ કોરોના કાળની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગરબાડા સરકારી હોસ્પિટલ ( CHC ) માં બે ઓક્સિજન કોન્સર્ટર મશીન , 100 નંગ પી.પી.ઈ કીટ , બે પલ્સ ઓક્સીમીટર આપી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને બીજાઓને પ્રેરણારૂપ થાય તેવું કાર્ય કરવામાં આવેલ છે . જ્યારે ગામ સાહડાના રાઠોડ પરિવારની દીકરી હર્ષવી અને રુચિકા દ્વારા દર્દીઓ માટે ફળ – ફળાદી તેમજ હર્ષવર્ધન , જયવર્ધન અને આદિત્ય દ્વારા દર્દીઓ માટે બિસ્કીટ તેમજ નાસ્તાના પેકેટ આપવામાં આવ્યા છે . આ તમામ મેડિકલ ઇક્વિપમેન્ટ સહિતની સામગ્રી વડોદરાના સૂર્યકાંત પટેલ તથા ડો.હિતેષ રાઠોડના હસ્તે ગરબાડા CHC ના મેડિકલ ઓફિસર ડો.આર.કે.મહેતાને સુપ્રત કરવામાં આવી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!