મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં ઝાલોદ રોડ ઉપર હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા રસ્તા પર ઠેર ઠેર ગાબડા.
સંજેલીમાં હાલ નવીન રસ્તો બનતા જ રસ્તો તૂટી જતા લોકોમાં નારાજગી.
RCC રસ્તાની કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ રસ્તા વચ્ચે અનેક જગ્યા પર ગાબડા પડ્યા.
કરોડો રૂપિયા નો ખર્ચ મંજૂર થયેલા રસ્તા પર મીલી ભગત કે આંખ આડા કાન હોય તેમ રસ્તાની યોગ્ય તપાસ કરવામાં આવતી નથી.
જિલ્લાના તંત્ર દ્વારા રસ્તાની મુલાકાત લઇ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માંગ.
સંજેલી તા.૦૨
સંજેલી મુખ્ય માર્ગ પર નવીન આરસીસી રસ્તાની કામગીરી મંથરગતિ ચાલી રહી છે. Rcc રસ્તાની કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ સંજેલી તાલુકા પંચાયત મુખ્ય માર્ગથી બસ સ્ટેશન સુધી રસ્તા ઉપર ઠેર ઠેર ગાબડા પડ્યા અને રસ્તા ઉપર કપચી ઉપસી આવી જેને લઈ સ્થાનિક લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે તંત્ર દ્વારા કરોડો રૂપિયા નો ખર્ચ મંજૂર થયેલા રસ્તા પર મીલી ભગત કે આંખ આડા કાન હોય તેમ રસ્તાની યોગ્ય તપાસ કરવામાં આવતી નથી તેમજ તેના ઉપર પાણીનો ઝટકાવ પણ કરવામાં આવતો નથી જેથી સ્થાનિક લોકો તેમજ જાગૃત નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે જેથી જિલ્લાના તંત્ર દ્વારા રસ્તાની મુલાકાત લઈ અને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.