નવિન સિક્લિગર :- પિપલોદ
દેવગઢ બારીયા તાલુકાના સાલીયા કબીર આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા ભારે ભીડ જામી.
પિપલોદ તા.૦૩
દેવગઢ બારીયા તાલુકાના પિપલોદ પાસે આવેલું સાલિયા ગામે શ્રી કબીર આશ્રમ સત્યપુરુષ ધામની સ્થાપના થઈ ત્યારથી અવિરત ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ ગુરુપૂર્ણિમાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં મહંત શ્રી ઋષિકેશદાસજીસાહેબ ગુરુ દર્શન આરતી પૂજા અને સત્સંગ ગુરુ વાણી જ્ઞાન માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉંમટી આયા હતા અને ગુરુ નું ફૂલહાર થી સ્વાગત કરી ચાદર ઓઢાડી ભેટ અર્પણ કરી ગુરુના દર્શન અને આશીર્વાદનો લાભ લીધો હતો અને ભજનનો લાભ ભક્તોએ લીધો અને કબીર સાહેબની જય જયકારના નારા ગુંજી ઉઠ્યા હતાં.જેના પગલે ધાર્મિક અને ભક્તિમય માહોલ મંદિરના પરિસરમાં બન્યો હતો.કબીર આશ્રમ ના મહંત કૃષિકેશદાસ સાહેબે સત્સંગ ની અંદર સૌ ભક્તોને સનાતન ધર્મનું સત્સંગી જ્ઞાન ઘૂંટડા પામ્યાં હતા. જેમા ભારતીય જનતા પાર્ટીના દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ગુજરાત સરકાર ના મંત્રી બચુભાઈ ખાબડ પણ આ સત્સંગ જ્ઞાનનો લાભ લીધો હતો સત્સંગ બાદ દિવસ દરમિયાન આવતા જતા ભક્તોઓએ મહાપ્રસાદી લઈને ધન્યતા અનુભવતા હતા. જ્યારે મંદિરના પરિસરમાં અને મંદિરની બહાર ભક્તો ની ૪૦૦૦ જેટલી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.જોકે મંદિરથી મફત ચાલતી નેત્રાલય દવાખાનાની સેવાઓનો લાભ પણ આવેલા ભક્તોએ લીધો છે. જેમા અવિરત ભોજન વ્યવસ્થા પણ લાભ પગપાળા યાત્રીઓ ચાલતા જતા સંઘ લે છે.તો કબીર સાહેબના દર્શન અને બાપુના આશીર્વાદ લેવા અચૂક આજુબાજુના ભક્તો રોજબરોજ આવતા હોય છે