નવીન સિકલીગર :- પીપલોદ
ધી બારિયા તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ સહકારી મંડળીના નવિન ચેરમેન વાઈસ ચેરમેનની વરણી સંપન્ન
પીપલોદ તા.08
આજ રોજ ધી બારિયા તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ સહકારી મંડળીના 23 માં ચેરમેન વાઈસ ચેરમેનની વરણી કરવા માટે મંડળીનાં મકાનમાં કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ચેરમેન તરીકે કારોબારી સભ્ય રામસિંહ ડાયરા શ્રી ની દરખાસ્ત કારોબારી સભ્ય અને ચાલું ચેરમેન શ્રી
મથુરભાઈએ દરખાસ્ત મૂકતાં કારોબારી સભ્ય શ્રી શંકરભાઈ રાવતે દરખાસ્તને ટેકો આપતા હાજર સભ્યોએ સર્વાનુમત્તે શ્રી રામસિંહ ડાયરાને ચેરમેન તરીકે વધાવી લીધા હતા. વાઈસ ચેરમેન તરીકે શ્રી ભરતભાઈ પટેલની દરખાસ્ત કારોબારી સભ્ય શ્રી પ્રતાપભાઈ પટેલે મૂકતાં, કારોબારી સભ્ય શ્રી પારસિંહ ભાઈએ ટેકો આપતાં હાજર સભ્યોએ
વાઈસ ચેરમેન તરીકે ભરતભાઈ પટેલની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. નવિન બિનહરીફ વિજેતા જાહેર થયેલા ચેરમેન અને વાઇસ ચેરમેન શ્રી ને દેવગઢ બારિયા તાલુકા શિક્ષક સંઘ વતી પ્રમુખ શ્રી બુધાભાઇ પરમાર અને મહામંત્રી શ્રી દિનેશભાઈ પટેલ તથા સંઘનાં હાજર સૌ શિક્ષક મિત્રોએ મંડળીનાં સફળ સંચાલન માટે શુભકામનાઓ પાઠવી હતી.