ઝાલોદ તાલુકાના ચાકલીયામાં ચાર ઈસમોએ વ્યક્તિની જમીન પર ખોટી રીતે મકાનો ઉભા કરી જમીન હડપ કરી: પોલીસ ફરિયાદ નોંધાઇ 

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

ઝાલોદ તાલુકાના ચાકલીયામાં ચાર ઈસમોએ વ્યક્તિની જમીન પર ખોટી રીતે મકાનો ઉભા કરી જમીન હડપ કરી: પોલીસ ફરિયાદ નોંધાઇ 

દાહોદ તા.30

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે અન્યની માલિકીની જમીન ગામના ચાર ઈસમોએ ખોટી રીતે મેળવી તેની ઉપર ખેતી તેમ જ છેલ્લા છ વર્ષથી અન્ય ત્રણ ઈસમોએ જમીન પર પાકા મકાનો બનાવી જમીન હડપ કરી દીધાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે નાનીમહુડી ફળિયામાં રહેતા રામસિંગભાઈ કાળુભાઈ નિનામા મલસિંગભાઈ વાલસીંગ ભાઈ નિનામા માનુભાઈ વરસીંગભાઇ નીનામા તથા મલસિંગભાઈ કાળાભાઈ નિનામા એ તેમના ફળિયામાં રહેતા હવલાભાઇ વિછીયાભાઈ ડામોરની તેમના ફળિયામાં આવેલ તેઓની ખાતા નંબરવાળી જમીન 1999માં ખોટી રીતે હવલાભાઇ ડામોર પાસેથી મેળવી લઈ તેમાં 15 વર્ષ સુધી ખેતી કરી 2015થી મનસુખભાઈ લાલુભાઈ નીનામા કશુભાઈ લાલુભાઈ નીનામા તથા નાનકાભાઈ લાલુભાઈ નીનામાએ તે જમીનમાં પાકા મકાનો બનાવી હવલાભાઇ ડામોર ને તે જમીન આજ દિન સુધી પરત ન આપતા હવલાભાઇ ડામોર એ પોતાની જમીનની માગણી કરતા ઉપરોક્ત તમામ ઇસમો દ્વારા હવલાભાઇ ને મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર રીતે જમીન પડાવી લીધી હતી.

આ સંબંધે હવલાભાઇ વિછીયાભાઈ ડામોર દ્વારા ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article