
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદ તાલુકાના છાંયણ ગામે ખેતરમાં પશુ ચરાવવા બાબતે મારક હથિયારો સાથે આવેલા 5 ઈસમોના ટોળાએ ત્રણ લોકો પર કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છાયણ ગામે પાંચ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લોખંડની પાઈપ, પથ્થર, ધારીયા, લાકડીઓ જેવા મારક હથિયારો સાથે ઘસી આવી વાવેતર કરેલ જમીનમાં પશુઓ ચરાવવા મામલે ઝઘડો તકરાર કરી ત્રણ વ્યક્તિઓને હથિયારો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા.૦૬ સપ્ટેમ્બરના રોજ ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે રહેતાં સુભાષભાઈ સામજીભાઈ માવી, સુભાષભાઈ પુંજાભાઈ ડામોર, રમસુભાઈ બીજીયાભાઈ વસૈયા, જાેરસીંગભાઈ ચેતાનભાઈ માવી અને રમેશભાઈ ચેતાનભાઈ માવીનાઓએ પોતાની સાથે લોખંડની પાઈપ, પથ્થરો, ધારીયા, લાકડીઓ જેવા મારક હથિયારો ધારણ કરી છાયણ ગામે રહેતાં મનીષભાઈ ગંગાભાઈ કાળીયાભાઈ ભુરીયાના ઘર તરફ આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમે અમારા વાવેતરમાં કરેલ જમીનમાં કેમ પશુઓ ચરાવો છો, તેમ કહેતાં ચારેય જણાએ બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ હથિયારો વડે, મનીષભાઈ, દિલીપભાઈ અને તેમની સાથે અન્ય વ્યક્તિને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મનીષભાઈ ગંગાભાઈ કાળીયાભાઈ ભુરીયાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————–