
વિપુલ જોષી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ગાંગરડી માં છેલ્લા દોઢ વર્ષમાં કોરોના થી મૃત્યુ પામેલ લોકોની આત્માની શાંતિ અને પરિવારને સાંત્વના આપવા માટે સામૂહિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ગરબાડા તા.10
#paid pramotion
contact us :- sunrise public school
અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર શાંતિકુંજ હરિદ્વાર થી મળેલ સંદેશ અને તેમની પ્રેરણાથી ગરબાડા તાલુકા ના ગાગરડી ગામે કોરોના મહામારી ના કારણે છેલ્લા દોઢેક વર્ષ દરમ્યાન જે ૩૦ થી ૩૨ જેટલા ગ્રામજનો દેવલોક પામ્યા છે. તેમના આત્માને શાંતિ અને પરિવાર ને શાંત્વંના આપવા માટે સામૂહિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું આયોજન તારીખ ૭મી ના બુધવારના રોજ મહાકાળી મંદિરના પટાંગણમાં ગાયત્રી પરીવાર ગંગરડી , અને ગ્રામ પંચાયત ગાંગરડી ના સમસ્ત યુવાનો ,વડીલો , એને મહિલાઓ ના સાથ અને સહકાર થી સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. હતું. જોકે કાર્યક્રમ ગાયત્રી મંત્ર અને પ્રાથના થી શરૂ કરવામાં આવ્યો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ને અનુરુપ લાગણી ના બે શબ્દો વડીલો અને ગ્રામ જનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતાછે.લ્લે શ્રંદ્ધાંજલી ગીત પ્રાથના ગાયત્રી મંત્ર બોલી મોન પાળી કાર્યક્રમ સફળ બનાવ્યો. હતો