Saturday, 20/04/2024
Dark Mode

ગરબાડા તાલુકાના નળવાઈ ગામે પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઊજવણી,જિ. પ્રા. શિ. અધિ. મયુર પારેખ સહિત અન્ય મહાનુંભાવોએ આપી હાજરી.

April 6, 2022
        1531
ગરબાડા તાલુકાના નળવાઈ ગામે પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઊજવણી,જિ. પ્રા. શિ. અધિ. મયુર પારેખ સહિત અન્ય મહાનુંભાવોએ આપી હાજરી.

રાહુલ ગારી ગરબાડા

ગરબાડા તાલુકાના નળવાઈ ગામે પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઊજવણી

 

જિ. પ્રા. શિ. અધિ. મયુર પારેખ સહિત અન્ય મહાનુંભાવોએ આપી હાજરી.

આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શાળાના જન્મદિવસની ઉજવણી કરવાનું આહવાન કરવામાં આવ્યુ હતું. જેમાં ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, નાગરિકો, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને સરપંચશ્રી સૌ મળીને ગામના ૭૫ જેટલા નવા કામોની યાદી તૈયાર કરી આયોજન કરવામાં આવે.આવું જ આયોજન નળવાઈ પ્રાથમિક શાળાના ૬૯ મો જન્મ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.

દાહોદ જિલ્લાના પ્રાથમિક શાળાના તમામ બાળકોની સતત ચિંતા કરતા અને બાળકો સાથે ખુબ લાગણીશીલ એવા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મયુરભાઈ પારેખ સાહેબના અધ્યક્ષ સ્થાને શાળાની બે દીકરીઓના હસ્તે કેક કાપીને ૭૫મી આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નળવાઈ પ્રાથમિક શાળાના 69માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌપ્રથમ શ્રી પારેખ ના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ ભારતીય પરંપરા મુજબ મહેમાનોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. 5મી એપ્રીલ 1954 પ્રથમ સ્થાપના દિવસે નળવાઈ પ્રાથમિક શાળાની શરૂઆત મલજીભાઈ નાથજીભાઈ ડામોર અને દલજીભાઈ નાથજીભાઈ ડામોરના ઘરે કરવામાં આવી હતી.જેમના દીકરા રમણભાઈ ડામોર હાલમાં એસ. ટી. વિભાગમાં હાલ નિવૃત સરકારી કર્મચારી છે.શ્રી પારેખ ના હસ્તે રમણભાઈનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. હયાત ભૂતપૂર્વ પ્રથમ વિદ્યાર્થીઓ કાનિયાભાઈ નવલભાઈ નળવાયા, સેવાભાઈ પરથીભાઈ પરમાર, ભગાભાઈ લાલાભાઈ નળવાયા, દિતાભાઈ કુંવરાભાઈ રવતાળાનું સાહેબશ્રીના હસ્તે સાલ ઓઢાડીને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી હાલમાં અલગ અલગ વિભાગમાં સરકારી નોકરી કરતા ૬૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. મયુરભાઈ પારેખ દ્વારા આશિર્વચનો પાઠવવામાં આવ્યા હતા.માન.શ્રી મયુરભાઈ પારેખ શાળાના ખુશખુશાલ બાળકોનો ઉત્સાહ ખૂબ જોવા મળતા બાળકો માટે આઈસ્ક્રીમ, કોન અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન શ્રી લલીતભાઈ બારીયા,ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી, માજી સૈનિક અને એસએમસી અધ્યક્ષ એવા ધનજીભાઈ સંગાડા, ટી.પી.ઈ.ઓ.ગરબાડા. શ્રી ગડરિયા, બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી ડેનિશકુમાર હિરપરા,ની શુભેચ્છાઓ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી શ્રી જયેશભાઈ, જિલ્લા પ્રતિનિધિ શ્રી રાજીયાભાઈ, માજી મંત્રી શ્રી મથુરભાઈ ગોહિલ, સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી વિશાલભાઈ, ગ્રામ પંચાયતનાં સભ્યશ્રીઓ એસએમસી સભ્યશ્રીઓ, પગાર કેન્દ્રના આચાર્યશ્રી, ભૂતપૂર્વ વિદ્યાર્થી અને માજી આચાર્યશ્રી રતનસિંહ અને મંગળસિંહભાઈ, ભૂતપૂર્વ વિદ્યાર્થી, અન્ય શાળાના શિક્ષકો,શાળા સ્ટાફ ગણ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શાળાના બાળકો હાજર રહ્યા હતા. સ્વરુચી ભોજન બાદ કાર્યક્રમ પુર્ણ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!