ગરબાડા તાલુકામાં કુદરતી આફતે મૃત્યુ પામનારા પરિવારજનોને તાલુકા પંચાયત પ્રમુખ હસ્તે સહાય ચૂકવાઈ.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

 

ગરબાડા તાલુકામાં કુદરતી આફતે મૃત્યુ પામનારા પરિવારજનોને તાલુકા પંચાયત પ્રમુખ હસ્તે સહાય ચૂકવાઈ

 

ગરબાડા તાલુકાના અભલોડ ગામે તા. 15/3/2023 નાં રોજ સાંજે વાવાઝોડા નાં કારણે ઝાડ પડવાથી ઈશ્વરભાઈ હુસેનભાઇ મંડોડ રહે. ગુલબાર નું મરણ નીપજ્યું હતું તથા તા. 17/03/2023 નાં રોજ વીજળી પડવાથી ટુકિવજુ ગામ ના રહીશ મનુભાઈ લાલજીભાઈ ખરાડ નું મરણ થયેલ.સદર બંને કિસ્સામાં મે. સરકાર શ્રીના ધારાધોરણો અનુસાર રૂ.૪,૦૦,૦૦૦ ની મળવાપાત્ર સહાય મે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મંજુર કરવામાં આવતાં અસરગ્રસ્ત નાં પરિવારજનોને સહાય નાં ચેક ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખનાં હસ્તે તેમના ઘરે જઈ અર્પણ કરવામાં આવ્યા. આમ બંને બંને કિસ્સાઓમાં કુલ ૮,૦૦,૦૦૦ ની સહાયનો ચેક પરિવારજનોને આપવામાં આવ્યો.

Share This Article