
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસ મથકમાં પશુ સંરક્ષણના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને પોલીસે ગુલબાર ગામેથી ઝડપ્યો…
ગરબાડા તા.03
ગરબાડા તાલુકાના ગુલબાર ગામે છેલ્લા એક વર્ષથી પશુ સંરક્ષણના ગુનામાં વોન્ટેડ ભાગેડુ આરોપીને પોલીસે બાતમીના આધારે ઘરેથી દબોચી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ હોળીનો તહેવાર નજીક હોઈ છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જુદા-જુદા વાહન ચેકીંગ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ સહીતની કામગીરી કરવા માટે પેટ્રોલિંગમાં નીકળેલા ગરબાડા પોલીસ મથકના પીએસઆઇને બાતમી મળેલ હતી કે ગરબાડા પોલીસ મથકમાં પશુ સંરક્ષણના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ બાર ગામના વીરાભાઇ પસવાભાઈ માંડોડ મજૂરી હતી ઘરે પરત આવવાનું હોય ગરબાડા પોલીસે ગુલબાર ચોકડી ઉપર વોચ ગોઠવી વીરાભાઇ પસવાભાઈ મંડોડને ઝડપી જેલ ભેગો કર્યો છે.