
રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ તાલુકાના ખરજ ગામે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ગરબાડાના માજી CRPF જવાનનું લાંબી સારવાર દરમિયાન મોત
રાજેશભાઈ દુધાભાઈ ચાવડા CRPF માંથી 2018 માં નિવૃત્ત થયા હતા
માજી CRPF જવાનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન નિધન
ગરબાડા તા. :- 28
ગાંધીનગર CRPF માંથી 2018માં નિવૃત્ત થયેલા રોહિત વાસ ગરબાડા ખાતે રહેતા ચાવડા રાજેશભાઈ દુધાભાઈ નું ખરજ ખાતે તારીખ 5 જાન્યુઆરીના રોજ ફોરવીલર સાથે અકસ્માત થતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને 22 દિવસની લાંબી સારવાર દરમિયાન ગત તારીખ 27 જાન્યુઆરીના રોજ મોત થતા પંથકમાં માતમ છવાઈ ગયો હતો જેઓની અંતિમ ગરબાડા ખાતે યોજાઇ હતી જે અંતિમ વિધિમાં ગાંધીનગર ના CRPF ના સ્ટાફ સહિત અધિકારીઓ અને ગરબાડા પોલીસ ઉપસ્થિતિ રહી હતી.