
દેવગઢ બારીઆના દુધિયામાં સગીરાના લગ્ન થાય તે પહેલા જ જિલ્લા બાળ સુરક્ષાની ટીમેં અટકાવ્યા..
જિલ્લા બાળક સુરક્ષાની ટીમેં પરિવારજનોને કાયદો સમજાવતા લગ્ન સમેટાયા..
દાહોદ તા.27
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના દુધિયામા એક સગીરાના લગ્નનુ આયોજન કરાયુ હતુ.જો કે બાળ સુરક્ષા વિભાગને તેની જાણ થઈ જતા ટીમે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી.આવા લગ્ન ગુનો હોવાની જાણ કરી સમજાવટ સાથે વાલી વારસો પાસે લગ્ન હાલ ન કરવાની બાંહેધરી લખાવી લેતાં લગ્ન સમેટી લેવામા આવ્યા હતા.
સ્થાનિક પોલીસ સાથે ટીમ આવી પહોંચી દેવગઢ બારીયાના દુધિયા ગામની એક 15વર્ષ ને 11 માસ ની સગીરાના લગ્ન થઈ રહ્યા હોવાની જાણ બાળ સુરક્ષા વિભાગ તેમજ ચાઈલ્ડ લાઈનને કરવામા આવી હતી. બંને ટીમ સ્થાનિક પોલીસને સાથે રાખી દુધિયા ગામે પહોંચી જતા લગ્ન માંડવે લગ્નના ગીતો ગાવાની જગ્યાએ પરિવારજનો પોલીસ તેમજ બાળસુરક્ષા વિભાગના અધિકારીઓને જોઈ નાસી ગયા હતા. ત્યારે બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઇઓ અંગેની સગીર વયની કન્યાના પરિવારજનોને કન્યાની લગ્નની ઉંમરની માહિતી આપી હતી.જોકે આ 15 વર્ષ ને 11 માસની આ કન્યાના લગ્ન કરવા તે બાળ લગ્ન કાયદાનો ભંગ છે. તેના ગુનામાં જેલની સજાની જોગવાઈ હોવાનુ જણાવી કાયદાની સમજ આપી હતી.સગીરાના લગ્ન અટકાવી તેના પરિવારજનો પાસેથી બાંહેધરી પત્ર લખાવી લીધુ હતુ.પરિવારજનોએ લગ્ન સમેટી લઈ માંડવો પણ ઉતારી લીધો હતો અને લગ્ન પ્રસંગે આવેલા અન્ય સંબંધીઓ પણ પરત પોતાના ઘરે જતા રહ્યા હતા.