રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના માતવામાં વાસનાના ભૂખ્યા વરૂએ સગીરા જોડે ખેતરમાં દુષ્કર્મ આચર્યું
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામેં એક ૧૫ વર્ષીય સગીરા ઉપર એક ઈસમે સગીરાની મરજી વિરૂધ્ધ સગીરાને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગત તા.૦૬મી સપ્ટેમ્બરના રોજ ગરબાડા તાલુકાના માતવા ગામે ગાળીયા ફળિયામાં રહેતો સંજયભાઈ શંકરભાઈ પલાસે ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાનો એલકતાનો લાભ લઈ તેણીને નજીકમાં આવેલ મકાઈના ખેતરમાં લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરીપુર્વક સંજયભાઈએ બળાત્કાર ગુજારતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
