રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાની યસ વાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર ખાતે NSS અંતર્ગત RTO કચેરી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો
ગરબાડા તાલુકાની જેસાવાડા યસ વાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર ખાતે આજરોજ NSS યુનિટ અને જિલ્લા પ્રદેશિક RTO કચેરી દ્વારા સંયુક્ત રીતે માર્ગદર્શન સલામતી અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
જેમાં આ કાર્યક્રમમાં જેસાવાડા યશ વાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર ના આચાર્ય બી. એલ ચાપા સાહેબ દાહોદ આરટીઓ ઓફિસના ઇસ્પેક્ટર કેવી હાડા સાહેબ શાળાના સુપરવાઇઝર શૈલેષ મખોડિયા અને NSS યુનિટી ના પ્રોગ્રામ ઓફિસર દિપકકુમાર જી પરમાર અને એક્સ આર્મી ભારતીય સેના માંથી નિવૃત્ત પ્રભાકર પ્રવાહ સાહેબ રોડ સેફ્ટી ટીમ ના ટીમ મેમ્બર જગદીશભાઈ અને વિષ્ણુભાઈ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું ક્યાં પ્રકાર ની સલામતી તેમજ સાચવે તે અને વાહન ચાલકે કયા નિયમોનું પાલન કરવું અને લોકોને કઈ રીતે સમજણ આપવી તેને સંપૂર્ણ માહિતી એને સેજ મિનિટના પ્રોગ્રામ ઓફિસર ડીજી પરમાર સાહેબે બાળકોને આપી હતી જેમાં વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા કે તેઓ RTO નિયમનું પાલન કરશે અને બીજાને પણ માહિતગાર કરશે
તેમજ જેસાવાડા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર ના આચાર્ય અને શૈલેષભાઈ મખોડીયા દ્વારા તમામ મહા અનુભવોનો આભાર માનવામાં આવ્યો હતો
