દાહોદ ગરબાડા હાઇવે ઉપર બે કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

દાહોદ ગરબાડા હાઇવે ઉપર બે કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો

બંને ગાડી ઓ સામસામે અથડાતા ગાડીઓના કુચા વળ્યા

 

અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત

 

મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના દાહોદ ગરબાડા હાઇવે ઉપર અવાર નવારઅકસ્માતો સર્જાતા હોય છે 

જેમાં વાત કરે તો ગત રાતે વધુ એક અકસ્માત ગરબાડા દાહોદ હાઇવે ઉપર ખરજ નજીક મારુતિ કાર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો 

જેમાં ચાર મહિલાઓ સહિત 6 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે અને બે વ્યક્તિઓના મોત થયાની જાણકારી મળી રહી છે જેમાં eco કાર નો ડ્રાઇવર પણ અકસ્માતમાં ઇજાગ્રત થયો છે  

જેમા અકસ્માત ને જાણ આજુબાજુના સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ અકસ્માતમાં મૃતક ની લાશને પોસ્ટ મટન અર્થે મોકલી આપવામાં આવી છે અને અકસ્માતમાં બંને ગાડીઓને ભારે નુકસાન થવા પામ્યું છે

Share This Article