ફતેપુરાના ગલાલ પુરા ગામે વળાંકમાં દારૂ ભરેલી અલ્ટો ગાડી પલટી ખાઈ:વિદેશી દારૂ સહિત રૂ.333726 ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પોલીસે ઝડપ્યા

Editor Dahod Live
2 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરાના ગલાલ પુરા ગામે વળાંકમાં દારૂ ભરેલી અલ્ટો ગાડી પલટી ખાઈ:વિદેશી દારૂ સહિત રૂ.333726 ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પોલીસે ઝડપ્યા

ફતેપુરા તા.16

તારીખ 15 જુલાઇના રોજ સાંજના સાડા ચારથી પાંચ વાગ્યાના સમયગાળામાં ફતેપુરા તાલુકાના ગલાલપુરા ગામે વળાંકમાં માં એક અલ્ટો ગાડી જીજે-18-બીસી-2946 નંબરની ગાડી ગલાલ પુરા ગામે વળાંકના ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પલટી મારી રોડની સાઈડમાં ખાડા મા ગાડી પલટી મારતા ગાડીમાં ભરેલો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બહાર ફેકાઇ આવ્યો હતો.
સદર અકસ્માત બાબતે ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ સી.બી. બરંડા તથા સ્ટાફના માણસો ને જાણ થઈ હતી કે ગલાલ પુરા ગામે વળાંકમાં એક અલ્ટો ગાડી પલટી મારેલી છે અને તેમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે તેવી હકીકત ની ફતેપુરા પોલીસ ને જાણ થતાં પોલીસ સ્ટાફ સરકારી ગાડીમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જ્યાં ઘટનાસ્થળે ગલાલ પુરા ગામે વળાંકમાં ગલાલપુરા ફળિયાના સ્ટેશનથી થોડે આગળ વળાંકમાં alto ગાડી પલટી ખાધેલી હાલતમાં તેમજ ગાડીનો ચાલક ડ્રાઇવર તથા એક બીજો માણસ હાજર હોય તેઓને શરીરને નાની મોટી ઇજાઓ થયેલ હોય અને તેઓના શરીર માંથી ખૂન નીકળતું હોય જેથી તેઓને સરકારી દવાખાનામાં સારવાર કરાવી સરકારની કાયદાકીય જોગવાઈ મુજબ કોરોના નો ટેસ્ટ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અટકમાં લીધેલ છે અને રોડની સાઈડમાં ખાડામાં પડેલ સફેદ કલરની અલટોગાડી ની તપાસ કરતા તેમાં અલગ-અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તથા બે એન્ડ્રોઇડ ફોન તેમજ ગાડી મળી કુલ રૂપિયા 333726 ના મુદ્દામાલ સાથે બે ઈસમો (1) રાજુભાઈ ધુળાભાઈ બરજોડ. રહે. વલુંડી તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ તથા (2) અશોકભાઈ માનસિંહભાઈ ઠાકોર.રેહ. નવાગામ નાની વાસ ફળિયું .તાલુકો જિલ્લો ખેડા આ બે ઇસમોને રૂ 333726 મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે

Share This Article