
યાસીન ભાભોર :- ફતેપુરા
વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ફતેપુરા રેન્જ વિસ્તારના જંગલો અને કચેરીઓનું નિરીક્ષણ હાથ ધર્યું.
ફતેપુરા તા.05
વન વિભાગના વડોદરા વર્તુળના વન સંરક્ષકના અધ્યક્ષ સ્થાને તેમજ બારીયા વિભાગના નાયબ વન સંરક્ષક અને દાહોદ વિભાગના મદદનીશ વન સંરક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓએ ફતેપુરા રેંજ ના કાર્ય વિસ્તારમાં આવતી સુખસર રાઉન્ડની લખાણપુર બીટના ભિતોડી તથા પટીસરાના વાવેતર પ્લોટ અને જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી અને જંગલ વિસ્તારમાં ફરીને જંગલ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સમીક્ષા કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત અધિકારીઓની જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ફતેપુરા રેન્જ કચેરીની મુલાકાત લેવામાં આવી હતી અને કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.આ વેળાએ ફતેપુરા પરિક્ષેત્ર વન અધિકારી તેમજ ફતેપુરા વન વિભાગના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.