બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
21 જૂન 2023 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની જન જાગૃતિ માટેના આયોજન રૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સુખસર તા.17

પ્રાચીન પરંપરા દ્વારા માનવ જાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યા ને વિશ્વ ફલક પર લાવવા તથા માનવ જાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે.જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે 2015 થી ઉજવણી કરવામાં આવે છે.21જુન 2023 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્ય,જિલ્લા, તાલુકા,ગામ અને શાળામાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી થાય તેમ જ આ અંગે સમાજમાં જાગૃતિ આવે તે માટે તારીખ 17-6-2023 શનિવારના રોજની ભીતોડી પ્રાથમિક શાળામાં બાળકોને આચાર્ય

દ્વારા ભારતીય સંસ્કૃતિનુ મહત્વ સાથે યોગનું મહત્વ, યોગ થી થતા ફાયદા તથા જુદા-જુદા આસનોના ફાયદાની સમજ આપવામાં આવી હતી. સાથે સમગ્ર ગામમાં 21 મી જુન સંદર્ભે પ્રભાત કેરી અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકો યોગ ને જાણતા થાય, માણતા થાય અને સમજતા થાય તે માટે વિશ્વ યોગ દિવસ વિશે નિબંધ, લેખન સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા,અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતુ.તથા બાળકો દ્વારા જુદા-જુદા આસનો રજૂ કર્યા હતા.અને 35 બાળકો દ્વારા સૂર્ય નમસ્કાર સામૂહિક રીતે કરવામાં આવ્યા હતા.આ રીતે સમગ્ર ગામ અને શાળામાં વિશ્વ યોગ દિવસ ઉજવણીનુ વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું હતું.
