સ્વસ્થ મન સ્વસ્થ ધર” ઉજવણી ના ભાગરૂપે 14 ફેબ્રુઆરીના રોજ સાયકલેથોન રેલીનું આયોજન કરાયું.

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલા:- ફતેપુરા

 

સ્વસ્થ મન સ્વસ્થ ધર” ઉજવણી ના ભાગરૂપે 14 ફેબ્રુઆરીના રોજ સાયકલેથોન રેલીનું આયોજન કરાયું.

 

ફતેપુરા તાલુકાનાં આરોગ્ય કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું

ફતેપુરા તા.14

 

રાજ્ય સરકાર શ્રી ની સૂચના અનુસાર તેમજ માનનીય મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવ મેડમ , જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડૉ રાકેશ વહોનીયા સાહેબશ્રી અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ સુરેશ અમલિયાર સાહેબશ્રી ના માર્ગ દર્શન હેઠળ ફતેપુરા તાલુકા ના વિવિધ 43 હેલ્થ અને વેલનેશ સેન્ટર અને 12 પી.એચ.સી ખાતે સાયકલેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું . જેમાં સાયકલ ચલાવવા થી થતા ફાયદાઓ જેવા કે. 1) હદયની બીમારી થી બચાવે છે. 2) કોલેસ્ટ્રોલ ઘટાડે છે. 3) વજન ઓછું કરવામાં મદદ રૂપ છે 4) તણાવ ઓછો કરે છે. 5) સાંધાના દુખાવામાં રાહત રહે છે. 6) ઊંઘ પણ સારી આવે છે 7) હેપ્પી હોર્મોન રિલીઝ કરે છે.8) પેટ્રોલ ની પણ બચત કરે છે અને સ્વાથ્ય પણ સારું રાખે છે.આમ તેના પ્રચાર પ્રસાર અર્થે અને લોકોમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દવારા સાયકલ રેલી યોજવામાં આવી.

Share This Article