
ફતેપુરા મામલતદાર કચેરીમાં બે મિનિટનો મૌન પાળવામાં આવ્યું
30 મી જાન્યુઆરી શહીદ દિન નિમિત્તે મામલતદાર ની આગેવાની હેઠળ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યો
ફતેપુરા તા.30
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં 30 મી જાન્યુઆરી શહીદ દિન નિમિત્તે મામલતદાર શ્રી આર પી ડીંડોર ની આગેવાની હેઠળ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું દર વર્ષ 30 મી જાન્યુઆરી ના રોજ દેશના માટે બલિદાન આપનાર વીર શહીદોની યાદમાં શહીદો પ્રત્યે ઋણ અદા કરવા તેમજ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે શહીદ દિન દેશભરમાં મૌન પાળવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે ફતેપુરા માં બે મિનિટ મૌન પાળવામાં આવ્યો હતો આજરોજ મામલતદાર કચેરીમાં વીર શહીદો ની યાદ માં મૌન પાળવામાં આવેલ હતો જેમાં મામલતદાર આર પી ડીંડોર નાયબ મામલતદાર સોની નાયબ મામલતદાર રાયકા મામલતદાર કચેરીનો સ્ટાફ ગણ મહેસુલ તલાટી શ્રી સ્ટેમ વેન્ડર તેમજ અરજદારો સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનદારો વગેરે હાજર રહ્યા હતા.