Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા પાંચ તસ્કરોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી ફતેપુરા પોલીસ.

January 2, 2023
        2890
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા પાંચ તસ્કરોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી ફતેપુરા પોલીસ.

રિપોર્ટર :- બાબુ સોલંકી /શબ્બીર સુનેલવાલ

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા પાંચ તસ્કરોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી ફતેપુરા પોલીસ.

હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ આધારે અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને ફતેપુરા પોલીસે ઝડપ્યા.

આરોપીઓ પાસેથી રોકડ, ચાંદીના દાગીના,મોટરસાયકલ તથા મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા.

સુખસર,તા.2

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા પાંચ તસ્કરોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી ફતેપુરા પોલીસ.

 

 ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ધુધસ રોડ તથા પોલીસ સ્ટેશન રોડ ઉપર પાંચ જેટલા બંધ મકાનોને નિશાન બનાવી ચોર લોકો સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ ની 17 ડિસેમ્બર-2022 ના રોજ ચોરી કરી ગયા હતા.જે બાબતે મૂળ ફતેપુરા તાલુકાના કાળીયા લખણપુરના ગામના વતની અને હાલ ફતેપુરા ધુધસ રોડ ઉપર રહેતા બાબુભાઈ હુમજીભાઇ મછારના ઓએ રોકડ ₹2,50,000 તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ₹2,63,000 ની ચોર લોકોએ ચોરી કર્યા બાબતે ફરીયાદ આપતા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેની હ્યુમન ઇન્ટેલિજન સોર્સ આધારે ગુનાના પાંચ આરોપીઓને ફતેપુરા પોલીસે ઝડપી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

       નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોટડીયા,પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાના ઓએ આપેલ આદેશ મુજબ પોલીસ અધિક્ષક બલરામ મીણા ના ઓએ ચોરીના ગુન્હા ની ગંભીરતા જોઈ ગુનો ડિટેક્ટ કરી આરોપીઓ શોધી કાઢવા સૂચના આપેલ.જેના આધારે નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ વિભાગ ઝાલોદ ના ડી.આર.પટેલના સુપર વિઝન હેઠળ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી રાઠવાના ઓના માર્ગદર્શન હેઠળ ફતેપુરા પોસઇ જી.કે ભરવાડનાઓ એ સદર હું અનડીટેક્ટ ગુનો શોધી કાઢવા સતત પ્રયત્ન હાથ ધરેલ હતા.ત્યારે ફતેપુરા પી.એસ.આઇ ના ઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ હાથ ધરેલ હતી.તેમજ ખાનગી બાતમીદારો રોકી આ ચોરીના ગુનાના આરોપીઓ શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહ્યા હતા.તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળેલ કે,આ ગુનાના કામે એક ઈસમ શંકરભાઈ પ્રતાપભાઈ જાતે બરજોડ રહે.વલુંડી તાલુકો ફતેપુરા નાએ આ ચોરી કરેલ હોવાની શંકા સંદિગ્ધ ગતિ‌ વિધિ જણાતા ફતેપુરા પી.એસ.આઇ તથા પોલીસના માણસો બાતમીમાં જણાવેલ ઈસમને લાવી વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિ થી ગુનાના કામે સઘન પૂછપરછ કરતા આરોપી શંકરભાઈ પ્રતાપભાઈ જાતે બરજોડના એ બીજા સહ આરોપીઓ (૧)ચંદ્રસિંહ ઉર્ફે ચંદ્રેશ ચુનીલાલ રાવળ રહે.કાળીયા લખનપુર,તાલુકો.ફતેપુરા (૨)મિનેશભાઈ સોમાભાઈ રાવળ રહે. ફતેપુરા કાળીયા વલુડા(૩)અનિલભાઈ મોહનભાઈ જાતે પ્રજાપતિ રહે.ફતેપુરા સરકારી દવાખાનાની બાજુમાં (૪)રાજુભાઈ બળવંતભાઈ બરજોડ રહે.વલુંડી નિશાળ ફળિયુ (૫) કલ્પેશભાઈ પારસિગભાઈ જાતે વસુનીયા રહે.કળજીની સરસવાણી તા. ઝાલોદ(૬)વિજયભાઈ રૂપાભાઈ હરીજન રહે તેરગોળા ચોકડી,તા. ફતેપુરા ના ઓએ આ ગુનાની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હોવાનું જાણવા મળે છે. શંકરભાઈ પ્રતાપભાઈ ભરજો તથા ચંદ્રસિંહ ઉર્ફે ચંદ્રેશ ચુનીલાલ રાવળ તથા મિનેષભાઈ સોમાભાઈ રાવળ તથા અનિલભાઈ મોહનભાઈ પ્રજાપતિના એ ફરિયાદીના બંધ મકાનને સાંજના સમયે ચાલતા ચાલતા રેકી કરી રાત્રિના સમયે બીજા અન્ય સહ આરોપીઓ વલુડા ગામે ફોરેસ્ટ ઓફિસ નજીક ભેગા થઈ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.

          ફરિયાદીના મકાના લોખંડના દરવાજાને તાળું મારવાના નકુચાને સળિયા,હેક્સો બ્લેડ,પટ્ટી,કોસ,પકડ તેમજ ડિસમિસ વડે તોડી મકાનની અંદર પ્રવેશ કરી બંને તિજોરીઓના દરવાજા તોડી મૂકી રાખેલ રોકડ રૂપિયા તથા સોના,ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાની તસ્કરો દ્વારા કબુલાત કરવામાં આવી છે.તેમજ આરોપીના રિમાન્ડ દરમિયાન ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ લોખંડની કોસ, લોખંડનો સળીયો,પકડ તેમજ રોકડ રૂપિયા 1,44000 હજાર તેમજ ચાંદીનું ભોરિયું તથા ચાંદીના ત્રણ જોડી છડા તેમજ એક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા ચાર મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.

       અહીંયા જણાવવું જરૂરી છે કે, ગત ત્રણેક માસ અગાઉ ફતેપુરા ના ઝાલોદ બાયપાસ રોડ નજીક હેમંતભાઈ તારાચંદ અગ્રવાલની કરિયાણાની દુકાનના પાછળના ભાગે બાથરૂમની બારી તોડી રાત્રિના સમયે અજાણ્યા ચોર લોકો દ્વારા ચોરી થયેલ હતી.જેની કબુલાત શંકર પ્રતાપ બરજોડ તથા ચંદ્રસિંહ ઉર્ફે ચંદ્રેશ ચુનીલાલ રાવળના ઓએ આ ચોરી કરેલ હોવાની કબુલાત પણ કરેલ છે. તેમજ આ આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ છે ત્યારે વધુ ચોરીઓના ભેદ ખુલવાની સંભાવના જણાઈ રહી છે.

       અત્રે ઉલ્લેખનીય છે કે,ફતેપુરા તાલુકાના સુખસરમાં ગત પાંચેક માસમાં સુખસર બસ સ્ટેશન વિસ્તાર તથા સંતરામપુર રોડ ઉપર સોસાયટીમાં બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની મત્તા ચોરી કરી ગયેલ છે. જે બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર લોકોની વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવેલ છે. અને આ ચોરીઓમાં સંડોવાયેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં ચોખ્ખી રીતે કેદ થયેલા પણ જોવા મળે છે. મહિનાઓ વિતવા છતાં આ તસ્કરોનું પગેરું આજદિન સુધી સુખસર પોલીસ મેળવી શકી નથી.જ્યારે ફતેપુરામાં થયેલ ચોરીનો ભેદ ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. ત્યારે સુખસર પોલીસ તસ્કરો સુધી ક્યારે પહોંચશે તેવી લોકોમાં ચર્ચા થતી સાંભળવા મળી રહી છે ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!