
શબ્બીર સુનેલવાલા, ફતેપુરા
ફતેપરા દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓએ પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુની કથામાં હાજરી આપી આશીર્વાદ મેળવ્યા..
ફતેપુરા નગરમાં પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુના મુખેથી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશનના સામે આવેલ મેદાનમાં પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુના શ્રી મુખેથી શિવકથા નું આયોજન સ્વગીય શ્રી વિનોદભાઈ કાલિદાસ ડબગરના સ્વાણૅથે આયોજન કરવામાં આવેલ છે. આ શિવ કથા તારીખ 29 10 2022 થી તારીખ 6 11 2022 સુધી કરવામાં આવશે આજરોજ તારીખ 1 11 2022 ના મંગળવારના રોજ ફતેપુરા દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ શ્રી હુસામુદીનભાઈ નલાવાલા કુતબુદ્દીન ભાઈ ગુલામ અલી વાલા પત્રકાર અને મંત્રી ભારતીય પત્રકાર સંઘના દાહોદ જિલ્લા ઝોન 1ના શબ્બીરભાઈ સુનેલવાલા હાતીમભાઈ ટીનવાલા મહંમદભાઈ કચેરીવાળા તેમજ અદનાનભાઈ શિવ કથામાં હાજર રહે પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુના શ્રી મુખેથી પોતાની આગવી શૈલીમાં કથા સાંભળી હતી અને પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુ નો શાળ ઓઢાડી ફૂલહાર કરી શ્રીફળ આપી સન્માન કરીને પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુ ના આશીર્વાદ મેળવ્યા હતા આ સમયે તમામ ભક્તજનોએ તાલીના ગડગડાથી વધાવી લીધેલ હતું પરમ પૂજ્ય શ્રી ગીરી બાપુ કથા માં કહ્યું કે દાઉદી વ્હોરા સમાજ હળી મળીને દરેક કોમના લોકો સાથે રહેતી કોમ છે