
શબ્બીર સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરા તાલુકાના ડુંગરા ગામ ફોરવીલર ગાડીના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા વ્યક્તિને અડફેટે લેતા રાહદારી મોતને ભેટ્યો..
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરા ગામે એક ઈકો ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલા એક રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૩મી ઓક્ટોમ્બરના રોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે રહેતાં રામસીંગભાઈ હુમાભાઈ ચારેલે પોતાના કબજાની ઈકો ફોર વ્હીલર ગાડી લઈ ડુંગરા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે રસ્તાની બાજુમાં ઉભેલા રાજુભાઈ હીરાભાઈ પારગીને રામસીંગભાઈએ પોતાના કબજાની ઈકો ફોર વ્હીલર ગાડીથી અડફેટમાં લેતાં રાજુભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે ફતેપુરા તાલુકાના કરમેલ ગામે નાકા ફળિયામાં રહેતાં રમેશભાઈ ચતુરભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.