
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
દાહોદમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદ એ મિલાદુન નબી હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી
દાહોદના જાહેર માગૉ પર બેન્ડવાજા સહિત સફેદ વસ્ત્ર માં સજજ થઈ ને જુલુસ કાઢવામાં આવ્યું હતું
ફતેપુરા તા.09
દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજ રોજ ઈદ એ મિલાદુન નબી ના તહેવાર નિમિત્તે દાહોદના જાહેર માર્ગો પર જુલુસ કાઢવામાં આવ્યું હતું ઈદે મિલાદુન નબીના તહેવાર નિમિત્તે દાહોદના વિવિધ મોહલાના આમિલ સાહેબો ને આગેવાની હેઠળ જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં દાઉદી વ્હોરા સમાજના નાના-મોટા દરેક લીબાસે અનવર સફેદ વસ્ત્રોમાં સજજ થઇને દાઉદી વ્હોરા સમાજના બેન્ડબાજા સાથે ભવ્ય જૂલુસ દાહોદના વિવિધ માર્ગો પર ફરી સમાપ્ત થયેલો હતો ઈદે મિલાદુન નબી થી 40 દિવસ સુધી દાઉદી વોહરા સમાજના ધર્મગુરૂ સૈયદના ડોક્ટર આલી કદર મુફદૃલ સૈફુદૃન સાહેબ ત.ઉ.શ. ને સાલગીરા સુધી સ્પોર્ટ વિવિધ રમત ગમતો દરીશ મજાલીસ સામૂહિક જમણવાર જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે અને સૈયદના સાહેબ ના તંદુરસ્તી માટે અને લાંબી ઉમ્રદરાજી માટે દુઆઓ કરવામાં આવશે.