ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા નાલંદા પબ્લિક સ્કૂલ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ.*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા નાલંદા પબ્લિક સ્કૂલ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ.

 

નેહરુ યુવા કેન્દ્ર,દાહોદ દ્વારા સુખસર પાસે આવેલ નાલંદા પબ્લિક સ્કુલ, મકવાણાના વરુણા ખાતે દેશ અને ગુજરાતના પનોતા પુત્ર એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવીહતી. જેના ભાગ રૂપે રાષ્ટ્ર બાલ કલ્યાણ સમિતિ દ્વારા વિદ્યાર્થી ઓને આરોગ્ય,પોષણ,સ્વછતા વિશે વિગતવાર માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.જેમાં શોર્ટ ફિલ્મ થી વધુ સારી રીતે સમજી સકે તેમાટે નો શોર્ટ ફિલ્મ થી પ્રયત્નો કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ ક્વીઝ સ્પર્ધા કરીને વિદ્યાર્થી વિજેતાને પ્રોહસાહન સ્વરૂપે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં ડૉ.ઈશિતા પ્રજાપતિ,ડૉ.આદિત્ય ,અને શાળાના ટ્રસ્ટી બાબુભાઈ બારીયા તેમજ આચાર્ય નીરૂબેન મુનિયા,ભાવિની બેન તથા નેહરુ યુવા કેન્દ્રના હિમાંશુ કુમાર લબાના,શાળા શિક્ષકગણ હાજર રહ્યાં હતા અને કાર્યક્ર્મ સફળ બનાવ્યો હતો.

Share This Article