
ફતેપુરા:-શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે આકાશી વીજળી પડતા મૂંગા પશુનું મોત…
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા શહીત તાલુકામાં આજરોજ બપોરના સમયે આકાશ માં કાળા ડીબાંગ વાદળો ઘેરાઈ જઈ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતાં ગરમીથી લોકોએ રાહત અનુભવી હતી ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે ખેડા ફળિયામાં ભગોરા નાથાભાઈ મોતીભાઈ ના બળદ પર વીજળી પડતા બળદનું સ્થળ પર જ મોત થયું હતું ફતેપુરાના પશુ તબીબ ડોક્ટર સંગાડા સ્થળ પર પહોંચી જાઈ વીજળી પડવાથી મોત થયેલ બળદનું પોસ્ટમોર્ટમ કરેલું હતું