
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
દાહોદ:કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનમાં ફતેપુરા આંશિક બંધ રહ્યો..
ફતેપુરા તા.10
ફતેપુરા બંધના એલાનમાં જોડાયેલા દાહોદ જિલ્લાના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવીયાડ
કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકારમાં રોજગારી,
મોંઘવારી, જીએસટી તથા સરકારની તાનાશાહી સામે ફતેપુરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
ફતેપુરા તાલુકામા આજરોજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ફતેપુરા બંધનું એલાન આપવામાં આવેલ હતું.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર તથા પાર્ટીના આદેશ અનુસાર કોંગ્રેસના દાહોદ જિલ્લાના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવીયાડ દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડોક્ટર કિશોરભાઈ તાવીયાડ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મછાર મહામંત્રી અલ્પેશભાઈ આગેવાની હેઠળ પક્ષના કાર્યકર્તાઓ ફતેપુરા બંધનું એલાન આપવા નીકળ્યા હતા.ગુજરાતમાં રોજગારીનો અભાવ મોંઘવારી નો પ્રશ્ન તથા જીએસટી જેવા અનેક કારણોસર ભાજપની સરકાર તાનાશાહી ચલાવી રહેલ છે તાયફાઓ અને ઉત્સવો ઉજવી રહેલ છે. તેના વિરોધમાં આજરોજ બપોરના 12 કલાક સુધી ફતેપુરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેમાં ફતેપુરા બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જોવા મળ્યું હતું. તેમજ આજરોજ શનિવારે હાટ બજાર ભરાતો હોય બહારગામના વેપારીઓ અને ખરીદ કરવા માટે આવતા ઘરાકોમાં ઘટાડો જોવા મળ્યો હતો..