Thursday, 03/04/2025
Dark Mode

ફતેપુરામાં વિધાનસભાના દંડક ના અધ્યક્ષ સ્થાને 7.66 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

July 7, 2022
        1563
ફતેપુરામાં વિધાનસભાના દંડક ના અધ્યક્ષ સ્થાને 7.66 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

શબ્બીર સુનેલવાલા :- સુખસર 

ફતેપુરામાં વિધાનસભાના દંડક ના અધ્યક્ષ સ્થાને 7.66 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

વિધાનસભા ના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

નવિન બ્રિજ, પંચાયત ધર, પશુ દવાખાના આઇસીડીએસ ઓફિસના કામોનુ લોકાર્પણ કરાયુ

ફતેપુરા તા.07

ફતેપુરામાં વિધાનસભાના દંડક ના અધ્યક્ષ સ્થાને 7.66 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

ફતેપુરા વિધાનસભા વિસ્તાર માં ડુંગર,ઝેર,ના ગામો મા છ કરોડના ખર્ચે નવિન નિમાણઁ પામેલ ઓવર બ્રિજ તેમજ ઝેર ,ડુગર,મોટી નાંદુકણ ગામે નવિન પંચાયત ધર,સુખસર ખાતે પશુ દવાખાના સહિત સંજેલી મા આઇ સી ડી એસ વિભાગનુ નવિન બિંલ્ડીગ મળી સાડા સાત કરોડના કામો નું લોકાર્પણ કરાયું હતું. ગુજરાત વિધાનસભા ના દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.સાંસદ જસંવતસિહ ભાભોર , જીલ્લા પંચાયતના પ્રમુખ શિતલબેન વાધેલા, જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ

ફતેપુરામાં વિધાનસભાના દંડક ના અધ્યક્ષ સ્થાને 7.66 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

આમલીયાર,શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઇ ડામોર ,દાહોદ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીજી,જીલ્લા પંચાયત સભ્ય શાંન્તાબેન ટીનાભાઇ પારગી,ડૉ.અશ્ર્વિનભાઇ પારગી સહિત વિવિધ મહાનુભાવો પણ લોકાપણઁ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતાં.ડુંગર ગામે લોકાપણઁ પ્રંસગે ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોનુ વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરાયુ હતુ ડુંગર ગામે બ્રિજના લોકાપણઁ બાદ એક જાહેર સભા યોજવામા આવી હતી જાહેર સભાને વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા ,શંકરભાઇ આમલીયારે સંબોધી હતી સાંસદ જસંવતસિહ ભાભોરે જાહેર સભાને સંબોધી આડકતરી રીતે અગાઉની ક્રોગ્રેસની સરકાર પર અને રાજકિય દિગ્ગજ નેતાઓએ વિકાસ ના કામો કયૉ નથી તેવુ જણાવી બાકી રહેલા આવા વિકાસના કામો કરી લોકાપણઁ કરવાનુ સોભાગ્ય પોતાને મળયુ હોવાનુ જણાવી કેન્દ્રની ગુજરાત સરકાર ના વિકાસ કામો પ્રજાસમક્ષ મુકી ફતેપુરા તાલુકાનો સવૉગી વિકાસ દરેક ક્ષેત્રે થયો હોવાનુ કહી આજદિન સુધી તાલુકા ના વિકાસ મા ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા 588 કરોડના કામો થયા હોવાનુ જણાવવામાં આવ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!