
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે મીઠી નિંદર માણી રહેલા પેટ્રોલપંપ ના કર્મચારીની પૈસા ભરેલી બેગની ઉઠી ઉઠાંતરી
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડીયા પુર્વ ગામે પેટ્રોલ પંપ પર ફરજ બજાવતાએ એક કર્મચારી રાત્રીના સમયે પેટ્રોલ – ડિઝલના વેચાણના પૈસા લઈ ખોટલામાં સુતો હતો તે સમયે અજાણ્યા ચોર ઈસમોએ સુતેલા પેટ્રોલ પંપના કર્મચારીના માથાનાની નીચે ઓશીકાની નીચે મુકી રાખેલ રોકડા રૂપીયા ૨૫,૬૦૦ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૩૭,૬૦૦નો મુદ્દામાલ ચોરી કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા.૨૩મી જુનના રોજ ફતેપુરા તાલુકાના કરોડીયા પુર્વ ગામે આવેલ એન્ટર પ્રાઈઝ પેટ્રોલ પંમ્પ ઉપર ફીલર તરીકે નોકરી કરતાં અનિલભાઈ મનસુખભાઈ મછાર રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના આસપાસ પેટ્રોલ પંમ્પની ખુલ્લી જગ્યામાં ખાટલો નાંખી દિવસના ડિઝલ – પેટ્રોલના વેચાણના રૂપીયા ૨૫,૬૦૦ પાકીટમાં મુકી પાકીટ તથા એક મોબાઈલ ફોન ઓશીકા નીચે મુકી સુઈ ગયાં હતાં ત્યારે રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી અનિલભાઈના ખાટલા પાસે આવી ઓશિકા નીચે પાકીટમાં મુકી રાખેલા રોકડા રૂપીયા ૨૫,૬૦૦ તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૩૭,૬૦૦નો મુદ્દામાલ ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે અનિલભાઈ મનસુખભાઈ મછારે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.