ફતેપુરા તાલુકામાં મામલતદારનો વિદાય સમારંભ યોજાયો…

Editor Dahod Live
1 Min Read

ફતેપુરા તાલુકામાં મામલતદારનો વિદાય સમારંભ યોજાયો…

ફતેપુરા તા.23             

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં આજરોજ મામલતદાર શ્રી પી.ઍન પરમાર નો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં નાયબ મામલતદાર પુરવઠા ચૌધરી atvt નાયબ મામલતદાર રાણા મહેસુલી નાયબ મામલતદાર રાઠોડ નાયબ મામલતદાર મધ્યાન ભોજન યોજના રાયકા ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી કચરુભાઈ પ્રજાપતિ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ ગણ સસ્તા અનાજના દુકાનદારો સ્ટેમ્પ વેન્ડર પિટિશન રાઇટર હાજર રહ્યા હતા બદલી થી વિદાય થયેલ મામલતદાર શ્રી ના આ સમયગાળા દરમિયાન પસાર કરેલો અને તેમની જોડે કામ કરેલ નાયબ મામલતદાર શ્રી ઓ એ એ સમયને યાદ કરીલ હતો વિદાય થયેલ મામલતદારશ્રી ને દાહોદ જિલ્લાની પરંપરા મુજબ ચાંદીનું કડું પહેરાવી ફુલહાર કરી શ્રીફળ આપી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું વિદાય થયેલ મામલતદાર શ્રીએ સર્વે નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Share This Article