ફતેપુરા તાલુકાના મકવાણા ના વરુણા ગામે નાલંદા હાઇસ્કુલ માં કોંગ્રેસ સમિતિ દ્વારા નવા સંકલ્પ સંમેલન યોજાયું

Editor Dahod Live
2 Min Read

ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા

 

૧૨૯- ફતેપુરા વિધાનસભા નવ સંકલ્પ સંમેલન

ફતેપુરા તાલુકાના મકવાણા ના વરુણા ગામે નાલંદા હાઇસ્કુલ માં કોંગ્રેસ સમિતિ દ્વારા નવા સંકલ્પ સંમેલન યોજાયું

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ની અધ્યક્ષતામાં નવા સંકલ્પ સંમેલન યોજાયું

129- ફતેપુરા વિધાનસભા મતવિસ્તારની તા.૧૦/૦૬/૨૦૨૨ શુક્રવાર ના રોજ ફતેપુરા સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્ધારા નવા સંકલ્પ સંમેલન મકવાણાના વરુણા નાલંદા હાઈસ્કૂલ ખાતે ગુજરાત વિધાનસભા ના વિરોધ પક્ષ ના નેતા શ્રી.સુખરામભાઇ રાઠવા સાહેબ ની અધ્યક્ષતા માં નવ સંકલ્પ સંમેલન રાખવા આવી હતી..જે સંમેલન અંતર્ગત માજી રેલ મંત્રી અને રાજ્ય સભા ના સાંસદશ્રી નારણભાઇ રાઠવા,દાહોદ વિધાનસભાના પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલ દાહોદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામા,પુર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, ધારાસભ્ય ચંદ્રિકાબેન વિપક્ષનેતા કિરીટભાઈ પટેલ, ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી હરસિંગભાઈ મછાર, ઘનશ્યામ મછાર, પ્રદેશ મંત્રી રઘુભાઈ મછાર, પુર્વ ફતેપુરા તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, પુર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ડૉ. કિશોરભાઈ તાવિયાડ, ફતેપુરા તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ કલ્પેશભાઈ બરજોડ, ફતેપુરા તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ, ફતેપુરા સંજેલી કોંગ્રેસ સમિતિ ના તમામ હોદ્દેદારશ્રી ઓ તમામ સેલ ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ શ્રી ઓ તેમજ તમામ જિલ્લા /તાલુકા પંચાયત સિટના સંયોજકશ્રી/સહ સંયોજકશ્રી/કન્વિનરશ્રી ઓ તેમજ સહ કન્વિનરશ્રી ઓ તેમજ આગેવાન કાર્યકર્તાશ્રી ઓ સરપંચશ્રી ઓ અને તાલુકા જિલ્લા પંચાયત ના સભ્યશ્રીઓ કોંગ્રેસ પક્ષ તમામ હોદ્દેદારશ્રીઓ અને કાર્યકરયક્ષીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ભારે બહુમતી થી જીતાડી લાવવા આહવ.

Share This Article