ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ભારતીય જનતા પાર્ટીની સંજેલી તથા ફતેપુરા મંડળની કારોબારી યોજાઇ.

Editor Dahod Live
2 Min Read

શબ્બીર સુનેલવાલા,ફતેપુરા

 

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ભારતીય જનતા પાર્ટીની સંજેલી તથા ફતેપુરા મંડળની કારોબારી યોજાઇ.

જિલ્લા પ્રમુખ શંકરભાઈના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

 

ફતેપુરા તા.01

 દાહોદ જિલ્લાના ફતેપુરાના સાગડાપાડા ગામે ભારતીય જનતા પાર્ટીની સંજેલી તથા ફતેપુરા મંડળની કારોબારી નું આયોજન ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમળિયાર ના ગામે આજે યોજવામાં આવી હતી.આ સાથે આજે ભાજપ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમાલિયર નો જન્મ દિવસ હોઈ તેમને સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા , મહામંત્રીઓ નરેન્દ્ર સોની , સ્નેહલ ધરિયા, કનૈયાલાલ કિશોરી , ઝોન પ્રભારી દાહોદ ભરતસિંહ સોલંકી સુધીર લાલપૂરવાળા, મીડિયા સેલના કન્વીનર શેતલ કોઠારી અને સહ કનવિનર નેહલ શાહ તથા ભાજપના જિલ્લાના તાલુકા હોદ્દેદારો એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તથા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ભારતીય જનતા પાર્ટીની સંજેલી તથા ફતેપુરા મંડલ કારોબારી યોજાઇ અને જિલ્લા પ્રમુખ શંકરભાઈના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

આ કારોબારીમાં ગુજરાત વિધાન સભાના દંડક રમેશભાઈ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડ એ કાર્યકર્તાઓ ને સંબોધન કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારવાની વાત કરી હતી. જ્યારે જસવંતસિંહ કહ્યું હતું કે આપડે પેજ જીતીશું, બુથ જીતીશું, મંડલો જીતીશું તોજ વિધાનસભા જીતીશું. આપડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણ ને વિશ્વની સૌથી મોટી પાર્ટી આપી છે.પૂરા વિશ્વમાં ભાજપ નું રાજ છે અને નરેન્દ્ર મોદી એ શિમલા થી વાત કરી કે સિત્તેર વર્ષમાં કોંગ્રેસ એ ગરીબો માટે કંઈ કર્યું નથી. આપડા તાલુકા, જિલ્લા સભ્યો અને સરપંચોએ સરકારના દરેક કામોના ઘેર ઘેર જઈ તમે આ બધી યોજનાઓ ને યાદ કરાવી લાભાર્થીઓ ને સરકારની સિદ્ધિઓ ગણાવી પડશે તો આપડે મતદારોના મત મેળવીશું તેવું કહ્યું હતું.

નોંધ – શંકર ભાઈના જન્મ દિવસ નિમિતે સામાજિક સમરસતા, વિધવા સહાય અને સૂપોષણ કીટ તેમના દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ તથા તેમના પરિવારે દલિતો સાથે પોતાના ઘરે તેમની સાથે ભોજન લઇ સામાજિક સમરસતા નું એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

Share This Article