Friday, 19/04/2024
Dark Mode

કોરોના સંક્રમણને અંકુશમાં લેવા સ્થાનિક વહીવટી તંત્ર એક્શનમાં: ફતેપુરા પંથકમાં કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં ચાલતી દુકાનો મામલતદાર દ્વારા બંધ કરાઈ

કોરોના સંક્રમણને અંકુશમાં લેવા સ્થાનિક વહીવટી તંત્ર એક્શનમાં: ફતેપુરા પંથકમાં કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં ચાલતી દુકાનો મામલતદાર દ્વારા બંધ કરાઈ

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા મામલતદારની ટીમ દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન એરિયામાં આવતી દુકાનો બંધ કરાવવામાં આવી

ફતેપુરા તા.14

 ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં કન્ટેન્મેન્ટ ઝોન એરિયામાં આવતી દુકાનોને મામલતદાર ટીમ દ્વારા બંધ કરાવવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકા સહિત નગરમાં નગરમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે મામલતદાર પી.એન. પરમાર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ખાટ,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તાવિયાડની સંયુક્ત ટીમ દ્વારા ફતેપુરા નગરમાં આવેલ કન્ટેન્મેન્ટ ઝોન એરિયામાં દુકાનો ખુલ્લી રાખી બિન્દાસ પણે વેપાર કરતા વેપાર કરતા વેપારીઓની દુકાનો બંધ કરાવી કડક સુચના આપવામાં આવેલ હતી કન્ટેનમેન એરિયામાં આવતી ત્રણ જેટલી દુકાનો બંધ કરાવવામાં આવેલ હતી નગરમાં વેપારીઓ તેમજ આમ જનતાને માસ્ક પહેરવા વારંવાર હાથ ધોવા સેનેટાઈઝર નો ઉપયોગ કરવો સોશિયલ ડિસ્ટન્સ રાખવું તેમજ કોરોના ટેસ્ટ કરાવો કોરોના વિરોધી રસી મૂકવો જેવી સુચના આપવામાં આવી રહી હતી.

error: Content is protected !!