
શબ્બીર સુનેલવાલા:- ફતેપુરા
ફતેપુરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇ મીટીંગ યોજાઈ
ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા ની અધ્યક્ષતા માં યોજવામાં આવેલ મીટીંગ
ફતેપુરા તા 17
ફતેપુરા તાલુકા ના જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રી અને સરપંચશ્રીઓની યોજાયેલી મીટીંગ
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં આજરોજ ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા ના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ની આગેવાની હેઠળ મીટીંગ યોજવામાં આવી હતી દાહોદમાં આગામી ૨૦ એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ આદિવાસી મહાસંમેલન સભા સંબોધવાના હોય તે કાર્યક્રમને લગતી મીટીંગ યોજવામાં આવેલ હતી જેમાં ફતેપુરા મામલતદાર શ્રી પી એન પરમાર તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી બારીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓતાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ તાલુકાના સરપંચ શ્રી ઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા 20મી એપ્રિલ વડાપ્રધાન શ્રી દાહોદ મુકામે પધારનાર હોય દંડક શ્રી રમેશભાઈ કટારા એ કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી માર્ગદર્શન અને સલાહ સુચન આપી વધુમાં વધુ લોકો કાર્યક્રમમાં હાજર રહે તે માટેની અપીલ કરી હતી