ફતેપુરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં FLN પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું…

Editor Dahod Live
1 Min Read

શબ્બીર ભાઈ સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના સુખસર કૃષિ શાળા ના પટાંગણમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રફુલભાઈ ડામોરના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો

ફતેપુરા તાલુકા ની પ્રાથમિક શાળાઓમાં FLN પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ સાહેબના પ્રેરક માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદના ચેરમેન માનનીય પ્રફુલ્લ ભાઈ ડામોર અને શિક્ષકોના સહયોગથી શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલ્લભાઇ ડામોરના વરદ હસ્તે 3000 FLN પુસ્તિકા બાળકોને વિતરણ કરવામાં આવી..ફતેપુરા તાલુકા ની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમા લરનિંગ લોસ ઘટાડવા માટે આ સાહિત્ય પૂરક બનશે તેવો આશાવાદ શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી એ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ફતેપુરા તાલુકાના બી.આર.સી.કો.રમેશભાઈ રટોડા .સી.આર.સી.કો .તથા શિક્ષક મિત્રો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા…

Share This Article