
કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના પહાડ ગામે સરપંચ તથા ગામના અગ્રણીઓ દ્વારા FLN પુસ્તિકાનું બાળકોને વિતરણ કરવામાં આવ્યું
સીંગવડ તા.01
સીંગવડ તાલુકાના પહાડ ગામે 31 1 22 ના રોજ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા પહાડ ના આચાર્ય ભુપતભાઈ પટેલ શાળા સ્ટાફ સરપંચ કાંતિભાઈ એસી મોરચાના પ્રમુખ ગોવિંદભાઈ તાલુકા સભ્ય સવિતાબેન ઝુલ્ફીકાર શેઠ ગામના અગ્રણીઓના સહકારથી F.L.N પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સીંગવડ બીઆરસી કો ઓર્ડીનેટર શામજીભાઈ કામોળ સિંગવડ તાલુકા પ્રાથમિક ક્ષૈક્ષિક મહાસંઘ પ્રમુખ રાજેન્દ્ર બારીયા અર્જુન બારીયા પહાડ સી.આર.સી.કો ગોપાલભાઈ પટેલિયા વગેરેની ઉપસ્થિતિમાં આ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સિંગવડ તાલુકા બીઆરસી શામજીભાઈ કામોળ દ્વારા શેક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું FLN પુસ્તિકા માટે સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવવામાં આવ્યો સીંગવડ તાલુકાના શાળાઓમાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારી મયુર પારેખ ના માર્ગદર્શન હેઠળ બાળકોને આચાર્યશ્રીઓ શાળા સ્ટાફ દાતાઓના સહયોગથી FLN પુસ્તિકાનું વિતરણ કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે તેવું જણાવવામાં આવ્યું હતું.