Saturday, 20/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ફતેપુરા કાલીયા વલુંડા અને કરોડિયા પૂર્વ નવ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરાયો..

ફતેપુરા તાલુકાના ફતેપુરા કાલીયા વલુંડા અને કરોડિયા પૂર્વ નવ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરાયો..
 શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના ફતેપુરા કાલીયા વલુંડા અને કરોડિયા પૂર્વ નવ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરાયો

ત્રણે ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા ફતેપુરા પી.એસ.આઇ ને લેખિતમાં આપી સહયોગ આપવાનીની માંગણી કરી

ફતેપુરા તા.30

દાહોદ જિલ્લા સહિત ફતેપુરા તાલુકામાં કોરોના સંક્રમિત કેસોમાં ઉત્તરોતર વધારો થતાં કોરોના સંક્રમણ થતો અટકાવવા માટે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ કાલીયા વલુંડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દ્વારા તારીખ 01.05.2021 ને શનિવારથી તારીખ 09.05.2021 રવિવાર સુધી નવ દિવસ માટે ત્રણેય ગ્રામ પંચાયત વિસ્તારમાં લોક ડાઉન કરવા માટે ફતેપુરા પીએસઆઇ ને ઉદ્દેશીને લેખિતમાં જાણ કરી સહયોગ કરવા માટેની માંગણી કરેલ છે. ફતેપુરા નગરમાં સેનેટાઈઝર કરવા માટેની કરવા માટેની તાતી જરૂરિયાત છે 2020માં ફતેપુરાના નગરમાં સેનેટાઈઝર કરવામાં આવેલું હતું.ત્યારબાદ 2021માં આજદિન સુધી નગરમાં સેનેટાઈઝર કરવામાં આવેલું નથી.જેથી નગરમાં નવ દિવસના લોકડાઉન દરમિયાન આંતરે દીવસે સેનેટાઈઝર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

error: Content is protected !!