
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના હડમત પી.એચ.સી ખાતે પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસણી કરાઇ.
હડમત વિસ્તારના કુલ 17 ટી.બીના દર્દીઓને પોષણ સહાય કિટનું વિતરણ કરવામાં આવ્યું.
સુખસર,તા.10
ફતેપુરા તાલુકાના હડમત પી.એસ.સી ખાતે આજરોજ પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત-2025 અભિયાન અંતર્ગત ટી.બીના દર્દીઓની આરોગ્ય તપાસ કરી પોષણ સહાય કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પી.એચ.સી હડમત વિસ્તારના કુલ 17 ટી.બીના દર્દીઓને પોષણ પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએથી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એસ.વી અમલીયાર,એસ.ટી.એસ, એસ.ટી.એલ.એસ ઉપસ્થિત રહ્યા હતા.સાથે પી.એસ.સી એમ.ઓ ડૉ. આકાશ ભાખર,ડૉ.શ્રુતિ નીનામા તથા .ડૉ.જયદીપ પરમાર સહિત પી.એચ.સી હડમતના એમ.પી.એચ.એસ,એફ.એચ.એસ,સી. એચ.ઓ,એમ.પી.એચ.ડબલ્યુ,એફ. એચ.ડબલ્યુ દ્વારા કુલ 17 દર્દીઓને દત્તક લઈ તેમને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય ઓફિસર ડૉ. આર.ડી પહાડિયા નાઓના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.આમ પ્રધાનમંત્રીના ટી.બી મુક્ત ભારત અભિયાન સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું.