અંતરિયાળ ગામોમાં લોકોમાં ખુશી ધાનપુરના ખલતા ગરબડી- પાનમમાં સેટેલાઇટ બેન્ક શરૂ કરાઇ

Editor Dahod Live
1 Min Read

 

 

અંતરિયાળ ગામોમાં લોકોમાં ખુશી

ધાનપુરના ખલતા ગરબડી- પાનમમાં સેટેલાઇટ બેન્ક શરૂ કરાઇ

દાહોદ તા.18

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના છેવાડાના ગામડાઓ ખૂલતા ગરબડી અને પાનમ ગામમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા સેટેલાઈટ બ્રાન્ચ શરૂ કરવામાં આવતા ઊંડાણના વિસ્તારોમાં ગામમાં બેંક દ્વારા ઊભી થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે હવે ધાનપુર તાલુકાના છેવડાના ગામડાઓને બેંકને લગતી લેવડ દેવડ માટે ધાનપુર સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. તાલુકાના ખેલતા ગરબડી અને પાનમ જેવા ગામમાં બરોડા ગ્રામીણ દ્વારા અઠવાડિયામાં બે વાર જે તે ગામમાં જઈને બેંકને લગતી બેઝિક સુવિધાઓ ઉપલબ્ધ થતાં લોકોને રાહત થશે. સોમવાર અને મંગળવારના રોજ ખલતા ગરબડી ખાતે બેંકના કર્મચારી અને બુધવાર અને ગુરુવારે પાનમ સ્ટેશન ફળિયામાં બેંકના કર્મચારી જઈને તમામ પ્રકારની બેંકને લગતી કામગીરી કરશે. જેથી લોકોને ધાનપુર સુધી આવવા જવામાંથી મુક્તિ મળશે. આ બે બ્રાન્ચને આજરોજ મેનેજર રિઝ્યુઅલ જનરલ મેનેજર ચંદ્રમોહન શનિ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

Share This Article