ઈરફાન મકરાણી :- દેં. બારીયા
ધાનપુર પોલિસ મથકમાં સગીરાના અપહરણના ગુન્હામાં છેલ્લા એક વર્ષ ઉપરથી નાસતા ફરતો આરોપી ઝડપાયો
ભોગ બનનાર સગીરાને શોધી કાઢી અપહરણના ગુન્હાને ડીટેકટ કરતી ધાનપુર પોલીસ
દેં.બારીયા તા.05
દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવી વ્યુહાત્મક રીતે અસરકારક કોમ્બીંગ હાથ ધરવા સુચના કરેલ જે સુચના અનુસંધાને લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા નાઓએ નાસતા ફરતા આરોપીઓ વિશે માહીતી મેળવી તેમને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા સુચના અને જરૂરી માર્ગદર્શન કરેલ.
જે આધારે ધાનપુર પો.સ્ટે.ના સી.પો.સ.ઇ. બી.એમ. પટેલ નાઓએ ધાનપુર પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવા માટે હ્યુમન સોર્સ દ્વારા બાતમી કઢાવી ટીમ વર્ક કરવા સુચના કરી જે સુચના આધારે ધાનપુર પો.સ્ટે.ના એ.ડી. સોલંકી નાઓ દ્વારા પોલીસ સ્ટાફને વીરમગામ ખાતે તપાસમાં રવાના કરી ધાનપુર પો.સ્ટે.ને નોંધાયેલ ગુન્હાના કામે સગીર વયની છોકરીનુ અપહરણ કરનાર મુખ્ય આરોપી રણજીતભાઇ કાળુજી ઠાકોર રહે. કાનપુરા ઠાકોરવાસ દલસણા તા. વીરમગામ જી. અમદાવાદ નાઓને તેના ઘરેથી ઝડપી પાડ્યો અને આ કામે ભોગ બનનાર સગીર વયની કિશોરીને શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા સારૂ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર દેવગઢબારીઆ નાઓને સોપવામાં આવ્યા આમ છેલ્લા એક વર્ષથી સગીરાના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં તેમજ આ કામે અપહરણમાં ભોગ બનનાર સગીરાને શોધી કાઢવામાં ધાનપુર પોલીસ ટીમને મળેલ સફળતા મેળવી હતી.