ધાનપુર તાલુકાના સજોઇ ગામે 4 નારાધમોએ 13 વર્ષીય સગીરાનું અપહરણ બાદ સગીરાની માતાને ફટકારી,એક વ્યક્તિએ સગીરા જોડે દુષ્કર્મ આચર્યુ:

Editor Dahod Live
2 Min Read

નીલ ડોડીયાર :-દાહોદ 

ધાનપુર તાલુકાના સજોઇ ગામે 4 વ્યક્તિઓએ 13 વર્ષીય સગીરાનું અપહરણ બાદ સગીરાની માતાએ ફટકારી,એક વ્યક્તિએ સગીરા જોડે દુષ્કર્મ આચર્યુ: પોલીસ ફરિયાદ નોંધાઇ 

દાહોદ તા.૧૯

ધાનપુર તાલુકાના સજાેઈ ગામે એક ૧૩ વર્ષીય સગીરાને ૦૪ ઈસમોએ અપહરણ કરી એકને ઘરે લઈ ગયાં હતાં અને જ્યાં સગીરાની માતા તેની શોધખોળ કરતાં ઘરે પહોંચી જતાં ચારેય જણાએ સગીરાની માતાને ગડદાપાટ્ટુનો માર મારી મારી નાંખવાની ધમકીઓ આપી ૧૩ વર્ષીય સગીરા ઉપર એકે બળાત્કાર ગુજારતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

 ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૩ વર્ષીય સગીરા આજથી આઠેક માસ અગાઉ પોતાના ઘરેથી ઘરની બહાર લઘુશંકા કરવા ગઈ હતી. આ દરમ્યાન સજાેઈ ગામે રહેતા પીન્ટુભાઈ રૂપસીંગભાઈ તંબોલીયા, ભારતભાઈ કમજીભાઈ તંબોળીયા, શૈલેષભાઈ રૂપસીંગભાઈ તંબોળીયા અને રૂપસીંગભાઈ નરસુભાઈ તંબોળીયા આ ચારેય જણા ૧૩ વર્ષીય સગીરા પાસે આવ્યાં હતાં અને તેનું બળજબરી પુર્વક અપહરણ કરી પીન્ટુભાઈના ઘરે લઈ ગયાં હતાં. આ બાદ સગીરાની શોધખોળ કરતાં કરતાં સગીરાની માતા પીન્ટુભાઈના ઘરે પહોંચતાં જ્યાં ઉપરોક્ત ચારેય જણાએ સગીરાની માતા સાથે ઝઘડો તકરાર કરી ગડદાપાટ્ટુનો માર મારી મારી નાંખવાની ધમકી આપી હતી અને ૧૩ વર્ષીય સગીરા ઉપર પીન્ટુભાઈ રૂપસીંગભાઈ તંબોળીયાએ બળજબરીપુર્વક બળાત્કાર ગુજાર્યાે હતો.

 

 આ સંબંધે સગીરાની માતાએ ધાનપુર પોલીસ મથકે ઉપરોક્ત ચારેય યુવકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

——————————–

Share This Article