જીગ્નેશ બારીયા : દાહોદ
ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામે એક યુવકે ત્રણ મહિલા સહીત 5 લોકોની મદદથી 16 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામેથી એક ૧૬ વર્ષીય સગીરાને ત્રણ મહિલાઓ સહિત પાંચ જણાએ સગીરાના ઘરેથી સગીરાનું અપહરણ કરી લઈ જઈ બે ઈસમોએ જુદી જુદી જગ્યાએ સગીરાને ગોંધી રાખી બંન્ને ઈસમોએ અલગ અલગ સમયે સગીરાની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાયાંનું જાણવા મળે છે.
ગત તા.૧૦મી મેના રોજ ધાનપુર તાલુકાના પીપોદરા ગામે અને દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે રહેતાં અરવિંદભાઈ મણીયાભાઈ હજારીયા, અલ્પાબેન અરવિંદભાઈ મણીયાભાઈ હજારીયા, સુરજબેન મણીયાભાઈ હજારીયા, કલાબેન ગોવિંદભાઈ મણીયાભાઈ હજારીયાએ ઘોડાઝર ગામેથી એક ૧૬ વર્ષીય સગીરાના ઘરે જઈ સગીરાને ધાકધમકી આપી હતી અને બળજરીપુર્વક મોંઢે ઓઢણીથી સગીરાનું મોઢું બાંધી દબાવી દીધી હતી અને સગીરાનું અપહરણ કરી લઈ નાસી ગયાં હતાં. સગીરાને પીપદરા ગામે લઈ જઈ ત્યાં સગીરાને ગોંધી રાખી મારી નાંખવાની ધમકી આપી અરવિંદભાઈ મણીયાભાઈ હજારીયાએ સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાેં હતો. ત્રણ દિવસ બાદ દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે રહેતાં રાજેશભાઈ દિપસીંગભાઈ પટેલને ત્યાં સગીરાને સોંપી દીધી હતી જ્યાં રાજેશભાઈએ પોતાના ઘરે લઈ જઈ જ્યાં સગીરાને પોતાની પત્નિ તરીકે રાખવા સારૂં પોતાના ઘરે તેમજ અસાયડી ગામે પોતાના મામાને ત્યાં સગીરાને અલગ અલગ સમયે જઈ અને ગોંધી રાખ્યાં બાદ રાજેશભાઈએ પોતાના ઘરે અને પોતાના મામાના અસાયડી ગામે સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાેં હતો. આવા અસહ્ય ત્રાસ અને બળાત્કારનો ભોગ બનેલ સગીરા મહિનાનો ત્રાસથી અને ઉપરોક્ત ઈસમોના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી ઉપરોક્ત હકીકત જણાવતાં સગીરાના પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને ગતરોજ સગીરાને લઈ ધાનપુર પોલીસ મથકે આવી સગીરા દ્વારા ઉપરોક્ત ત્રણ મહિલા સહિત પાંચેય ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે પાંચેય જણા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરી છે.
——————————–