ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા
દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે ઘરમાં રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા યુવકનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત…
દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે એક યુવક ઘરે રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા તેને સારવાર અર્થે વડોદરાના ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યું હતું. યા સારવાર દરમિયાન તેનું મોત મોત નીપજતા પીપલોદ પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારિયા તાલુકાના પીપલોદ વણઝારા ફળિયાના રહેવાસી દેવાંશભાઈ બાબુભાઈ વણઝારા ગત તારીખ 20.11.2022 ના રોજ સાંજના 6.45 વાગ્યાના સુમારે પોતાના ઘરમાં રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા તેના પરિવારજનો તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ની કેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેનું મોત નીપજયું હતું.
આ બનાવ સંદર્ભે પીપલોદ પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.