ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા
દેવગઢબારિયા તાલુકાના દેગાવાડા ગામે ખોરાકની શોધમાં આવેલો વન્યપ્રાણી દીપડો પાણી ભરેલા કૂવામાં ખાબકયો
ગ્રામજનો તેમજ વન વિભાગ ની ટીમે 15 કલાકના રેસ્કયું ઓપરેશન બાદ દીપડાને સહી સલામત કૂવામાંથી બહાર કાઢ્યો..
દે.બારિયા તાલુકાના દેગાવાડા ગામે ખોરાકની શોધમાં આવેલો વન્ય પ્રાણી દીપડો પાળી વગરના કુવામાં ખાબકયો હતો.જે અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગ ની ટીમ ઘટના ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ વનવિભાગ દ્વારા દીપડાને કુવામાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમે 15 કલાકની જહેમત બાદ દીપડાને પાંજરામાં કેદ કરી પાણી ભરેલા કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
દેવગઢબારિયા તાલુકાના દેગાવાડા ગામના પટેલ ફળીયામાં ગતરાત્રિના આશરે નવ વાગ્યાના અરસામાં ખોરાકની શોધમાં આવેલો વન્ય પ્રાણી દીપડો અકસ્માતે થાળા વગરના એક કૂવામાં ખાબકયો હતો. કુવામાં દિપડો પડતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા મદદનીશ વન સંરક્ષક તેમજ સ્થાનિક આર. એફ. ઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ જોતાં કુવો ઉંડો હોઈ તેમજ કૂવામાં પાણી હોવાના કારણે રાત્રિના દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં અનેક અગવડતા ઊભી થઈ હતી.ત્યારે વહેલી સવારે રેસ્ક્યુ હાથ ધરતા કુવામાં પાંજરું ઉતારી દીપડાને 15 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી દિપડાને બહાર કાઢ્યો હતો.પાંચ થી છ વર્ષની ઉંમરના આ દીપડાને સહી સલામત બહાર કાઢી વન વિભાગ દ્વારા હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. તયારે આ દીપડો કુવા માંથી બહાર આવતા ગ્રામજનો તેમજ વન વિભાગની ટીમે હાશકારો અનુભવ્યો હતો